
લામોચન (કારગિ), તા. 26 જુલાઇ 2019, શુક્રવાર
દસ વર્ષ પહેલાં 26 જુલાઇની આસપાસ પાકિસ્તાન સાથે ખેલાયેલા જંગમાં ભારતીય લશ્કરના એક પિતાપુત્રે ખભેખભા મિલાવીને ભાગ લીધો હોવાની માહિતી લશ્કરી પ્રવક્તાએ આપી હતી. લેફ્ટનંટ જનરલ એએન ઔલ અને એમના કર્નલ પુત્રી અમિત ઔલની આ વાત છે.
લેફ્ટનંટ જનરલ ઔલ 56 માઉન્ટન બ્રિગેડના કમાંડર હતા જેણે દ્રાસ સબ સેક્ટરમાં મહત્ત્વપૂર્ણ ટાઇગર હિલ પહાડ પર કબજો મેળવ્યો હતો.
ગુરૂવારે આ બંને પિતા પુત્રે દ્રાસ વિસ્તારના લામોચન ક્ષેત્રમાં મિડિયા સાથે વાત કરતાં પોતાનાં સંભારણાં તાજાં કર્યાં હતા. હવે તો જોકે લેફ્ટનંટ જનરલ ઔલ નિવૃત્ત થઇ ચૂક્યા છે પરંતુ એમણે ટાઇગર હિલ્સ પર પોતાની ટુકડીએ કેવી રીતે કબજો મેળવ્યો હતો એની દિલધડક વાત મિડિયા સાથે શેર કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Yl7srM
via Latest Gujarati News
0 Comments