સિક્રેટ મિશન પર અજિત ડોભાલ કશ્મીર, ગુપ્તચર સંસ્થાઓ સાથે યોજી બેઠક


શ્રીનગર, તા. 26 જુલાઇ 2019, શુક્રવાર 

નેશનલ સિક્યોરિટી એજન્સી (એનઆઇએ)ના વડા અજિત ડોભાલ એક સિક્રેટ મિશન પર જમ્મુ કશ્મીર પહોંચ્યા હતા અને ગુપ્તચર સંસ્થાઓના અધિકારીઓ સાથએ એક બેઠક યોજી હતી. ખાસ કરીને કશ્મીર ખીણ વિસ્તારમાં પ્રવર્તી રહેલી હિલચાલ વિશે તેમણે માહિતી મેળવી હતી. ત્યારબાદ અમરનાથની મુલાકાત લઇને બર્ફાની બાબાના દર્શન કર્યા હતા.

આ માહિતી આપનારા સૂત્રે કહ્યું હતું કે, આ સમગ્ર કાર્યવાહી ટોપ સિક્રેટ તરીકે જાહેર થઇ હતી અને ડોભાલ જમ્મુ કશ્મીર આવી રહ્યા હોવાની જાણકારી ફક્ત આંગળીને વેઢે ગણાય એટલા જ અધિકારીઓને હતી. આ મિશન અંગે વડાપ્રધાન, ગૃહ પ્રધાન અને સંરક્ષણ પ્રધાન સિવાય કોઇને કશી જાણકારી નહોતી એવું આ પ્રવક્તાએ કહ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LGwOhN
via Latest Gujarati News

Post a Comment

0 Comments