પ્રજાના લૂંટેલા પૈસા પાછા આપો અને પાક. છોડી જતા રહોઃ ઝરદારી-શરીફને ઇમરાનની ધમકી


(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા. 2 જુલાઇ, 2019, મંગળવાર

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને જાહેરાત કરી હતી કે તેમની સરકાર પૂર્વ પ્રમુખ આસિફ અલી ઝરદારી અને પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને ક્યારે માફી નહીં આપે, હો જો તેમણે પાક.માંથી લૂટેલા પૈસા પાછા આપે તો  એક સોદા મુજબ તેઓ દેશ છોડીને જઇ શકશે.ખાને એવો પણ ખુલાસો કર્યો હતો કે હાલ જેલ ભોગવી રહેલા શરીફના પુત્રે બે મિત્ર દેશોની મદદથી તેના પિતાને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે ઇમરાન ખાને તે દેશોના નામ આપ્યા નહતા, પરંતુ એટલું કહ્યું હતું કે તેમણે મને સંદેશો મોકલાયો હતો, પણ તેમને છોડવા માટે દબાણ કર્યું નહતું.' તેમણે મને કહ્યું હતું કે તેઓ આ બાબતે હસ્તક્ષેપ નહીં કરે', એમ નાણાકીય સલાહકાર હફીઝ શેખ અને ફેડરલ રેવેન્ય બોર્ડના ચેરમેન શબ્બર ઝૈદી સાથે બેસેલા ખાને કહ્યું હતું. ઇમરાન ખાને કહ્યું હતું કે  ભ્રષ્ટાચાર માટે દોષિત ઠેરવાયેલાઓ  દેશને પૈસા પાછા નહીં આપે ત્યાં સુધી તેમને દેશ છોડવા નહીં દેવાય.

'તેમણે સૌ પહેલાં તો દેશને પૈસા આપી દેવા જોઇએ, પછી તેમને જ્યાં જવું હોય ત્યાં જાય.જો નવાઝ શરીફને ઇલાજ માટે વિદેશ જવું હોય તો જાય, પણ પૈસા પાછા આપીને જાય અને જો ઝરદારીને પણ દેશમાંથી જતા રહેવું હોય તો દેશના પૈસા દેશને પરત આપે 'એમ ખાને એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું. આ લોકોને એનઆરઓ હેઠળ માફી નહીં અપાય'એમ નેશનલ રિકન્સીલેશન ઓર્ડિનેન્સનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું.

પૂર્વ પ્રમુખ પરવેઝ મુશરર્ફ બનાવેલા નેશનલ રિકન્સિલેશન ઓર્ડિનેન્સ હેઠળ મોટા નેતાઓ અને  રાજકીય કાર્યકરો સામેના અનેક કેસ પડતા મૂકાયા હતા.'(પીએમએલના સર્વોચ્ચ નેતા)પરવેઝ મુશર્રફ  અને પીપીપીના સહ પ્રમુખ આસિફ અલી ઝરદારી દ્વારા જારી કરાયેલા આ બે વટહુકમના કારણે અને  મોટા ભાગના રાજકારણીઓ સામેના કેસ પડતા મૂકાયા હતા.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FJ5IlF
via Latest Gujarati News

Post a Comment

0 Comments