
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 2 જુલાઇ, 2019, મંગળવાર
સંરક્ષણ સહકારમાં વધારો કરવા ઇઝરાઇલ અને દક્ષિણ કોરિયાની જેમ ભારત પણ અમેરિકાના નાટોના સાથી દેશ જેવો દરજ્જો મેળવે એ માટે અમેરિકાની સેનેટમાં ખરડો પસાર કરાયો હતો. આવી દરખાસ્ત ધરાવતા નાણાકીય વર્ષ ૨૦૨૦ માટેના નેશનલ ડિફેન્સ ઓથોરાઇઝેશન એક્ટ (એનડીડીએ)ને ગયા સપ્તાહે યુએસ સેનેટે પાસ કર્યો હતો.
સેનેટ ઇન્ડિયા કાઉકસ કો-ચેરમેન સેનેટર જોન કોર્નિને સેનેટ ઇન્ડિયા કાઉકસના કો-ચેરમેન સેનેટર માર્ક વાર્નરના ટેકાથી મૂકેલી દરખાસ્તમાં માનવીય સહાયતા, પ્રતિ આતંકવાદ,કાઉન્ટર પાયરેસી અને દરિયાઇ સુરક્ષાના ક્ષેત્રે ભારતીય સમુદ્રમાં અમેરિકા- ભારત સંરક્ષણ સહકારમાં વધારો કરશે.
ગયા સપ્તાહે હાઉસ ઇન્ડિયા કાઉકસ કો-ચેરમેન બ્રાડ શેરમેને કોંગ્રેસમેન જોઇ વિલસન, એમી બેરા, ટેડ યોહો, જ્યોર્જ હોલ્ડિંગ, એડ કેસ અને રાજા કૃષ્ણમુર્તી દ્વારા આવી જ એક હાઉસ એફવાય ૨૦૨૦ એનડીડીએન દરખાસ્ત મૂકવામાં આવી હતી જેના કારણે ભારત અને અમેરિકા વચ્ચેના સબંધોમાં વધારો થશે.
સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ એમ કોંગ્રસના બંને ગૃહોના સભ્યોની સહીઓ પછી આ ખરડો કાયદાનો સ્વરૃપ ધારણ કરશે. ૨૯ જુલાઇથી છેક ઓગસ્ટ સુધી એક મહિના લાંબી રજાઓ માટે ગૃહની રીસેસ થાય તે પહેંલા જુલાઇમાં કોઇ સમયે આ મુદ્દો હાથ ધરાશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YCxDLe
via Latest Gujarati News
0 Comments