જયપુરમાં સાત વર્ષની બાળકી પર બળાત્કાર : લોકટોળામાં ઉશ્કેરાટ


(પીટીઆઇ) જયપુર, તા. 2 જુલાઇ, 2019, મંગળવાર

જયપુરના શાસ્ત્રીનગરમાં સાત વર્ષની બાલિકા પર અજાણી વ્યક્તિએ કરેલા બળાત્કારના વિરોધમાં લોકોએ દેખાવો કરતા શહેરમાં સુરક્ષાના ભાગરૂપે ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ છે. અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે વધુ પોલીસ ખડકી દેવાઇ છે.

બાળકી સોમવારે રાત્રે એના ઘર પાસેથી મળી આવી હતી. એને તબીબી પરીક્ષણ માટે સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવાઇ હતી, જ્યાંથી એને અન્ય જે કે લોન હોસ્પિટલમાં મોકલાઇ હતી. એની તબિયત સ્થિર છે.

મોટરસાયકલ પર આવેલો શખ્સ બાલિકાને પટાવી- ફોસલાવીને અપહરણ કરી લઇ ગયો હતો અને નજીકની એકાંત જગ્યાએ એના પર બળાત્કાર કર્યો હતો. એમ પોલીસે કહ્યું.

ઘટના પ્રકાશમાં આવતા, બાલિકાને જયાં સારવાર માટે લઇ જવાઇ હતી એ કાંવટિયા હોસ્પિટલ ખાતે લોકટોળાં જમા થયા હતા, જેના પગલે વધારાની પોલીસ ત્યાં ગોઠવી દેવાઇ હતી.

ઉશ્કેરાયેલા ટોળાએ નજીકમાં પાર્ક કરાયેલી મોટરોના કાચ તોડી નાખ્યા હતા. આ ઘટના વિષે સોશ્યલ મીડિયા પર અફવાબજાર ગરમ થતાં સત્તાવાળાઓએ શહેરનાં ૧૩ પોલીસ મથકોના વિસ્તારમાં બે દિવસ માટે ઇન્ટરનેટ મોબાઇલ સેવાને બંધ કરી દીધી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XR4UFL
via Latest Gujarati News

Post a Comment

0 Comments