પશ્ચિમ બંગાળમાં અવિરત હિંસા જારી મિદનાપોરમાં તૃણમુલ કાર્યકરની હત્યા


(પીટીઆઇ) મિદનાપોર, તા. 2 જુલાઇ, 2019, મંગળવાર

પશ્ચિમ બંગાળના મિદનાપોર જિલ્લામાં નારાયણગઢમાં આજે તૃણમુલ કોંગ્રેસના એક કાર્યકરનો મૃત્યદેહ મળી આવ્યો હતો, એમ પોલીસે આજે કહ્યું હતું. તૃણમુલ કોંગ્રેસે હત્યા માટે ભાજપ પર આરોપ મૂક્યો હતો જ્યારે ભાજપે કહ્યું હતું કે તૃણમુલ કોંગ્રેસના કાર્યકરોના આંતરિક ઝગડાના કારણે હત્યા કરાઇ હતી. ૪૨ વર્ષના ગણેસ ભૂમિયાની લાશ તેના નિવાસસ્થાનની બહાર ખેતરની બાજુમાં આવેલા રસ્તા પરથી મળી હતી.

કોઇ અજાણ્યાનો ફોન આવ્યા પછી ગણેશ અર્ધ રાત્રે ઘરની બહાર નીકળ્યો હતો. મૃતદેહને ઓટોપ્સી માટે મોકલી દેવામાં આવ્યો હતો જેના અહેવાલની રાહ જોવાય છે.

પોલીસ અધિકારી દિનેશ કુમારે કહ્યું હતું કે હત્યાની તપાસ શરૂ કરાઇ હતી અને ટુંક સમયમાં સફળતા મળવાની આશા છે. પાડોશી જિલ્લા ધાગરામમાં ભાજપના એક કાર્યકરની હત્યાના ૨૪ કલાક પછી ગણેશની હત્યા કરાઇ હતી.ભૂનિયાના મોત અંગે ભાજપ પર આરોપ મૂકતાં તૃણમુલે કહ્યું હતું કે ભાજપ દ્વારા કરાતી હત્યાનો અમે લોકશાહી રીતે વિરોધ કરીશું.

'લોકો સમજી ગયા છે કે સીપીઆઇ-એમના ગુંડાઓ ભાજપમાં ઘુસી ગયા છે અને તેઓ જ હિંસા કરે છે.લોકસભામાં મત આપ્યા પછી લોકોને ભાજપની સચ્ચાઇ સમજાઇ ગઇ છે'એમ તેમણે કહ્યું હતું. ભાજપે કહ્યું હતું કે સૌને ખબર છે કે  આ તો  પૈસાની વહેંચણીના કારણે  તૃણમુલના પરિવારનો જ ઝગડો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/308CVyI
via Latest Gujarati News

Post a Comment

0 Comments