માલિના ગ્રામવિસ્તારોમાં થયેલા સશસ્ત્ર હુમલામાં 23 નાગરિકોનાં મોત


(એએફપી) બામાકો, તા. 2 જુલાઇ, 2019, મંગળવાર

આફતગ્રસ્ત મધ્ય માલિનાં ગ્રામવિસ્તારોમાં સશસ્ત્ર  લોકોએ કરેલા હુમલામાં ૨૩ નાગરિકોના મોત થયા છે.

રવિવારે દિવસે અને રાતભર બીડી, સાન્કોરો તથા સારણ વગેરે ગામોમાં સશસ્ત્ર લોકોએ કરેલા હુમલામાં ૨૩ જણ માર્યા ગયા હતા, એમ પડોશના ઓઉએનકોરો નગરના મેયર ચેઇક હારૌના સાકારેએ જણાવ્યું.

પરિસ્થિતિ ગંભીર છે. પ્રજાને વિશ્વાસ પેદા થાય એ માટે લશ્કરે સક્રિય થવાની જરૂર છે. એમ એમણે કહ્યું. તાકીદની બેઠક બોલાવાઇ હોવાનું એમણે ઉમેર્યું. માલિના સલામતી સૂત્રોએ ૨૩ વ્યક્તિઓના મોતની માહિતીને સમર્થન આપ્યું છે. એક અલગ ઘટનામાં, બુરકિના ફાસોને અડીને આવેલી સરહદ પાસેના કોરોના કેન્દ્રીય શહેર પાસે થયેલા  ધડાકામાં ૧૧ લોકોના મોત થયા હતા.

૨૦૧૫માં ધર્મોપદેશક અમાદોઉં કોઉફાના નેતૃત્વમાં જેહાદી જૂથ ઊભું થતાં દેશના મધ્ય ભાગમાં વંશીય તણાવ સપાટી પર આવ્યો છે. આ જૂથ પશુપાલકો અને વેપારીઓ ગણાતા ફુલાનિ જૂથમાંથી સભ્યોની નિમણુંક કરે છે. એમનો, સ્વરક્ષા માટે પોતાનું લશ્કર ધરાવતાં શારીરિક શ્રમજીવી ખેડૂતો ગણાતા ડોગોન એ બામ્બારા જૂથ સાથે સંઘર્ષ થયો છે.

આ વર્ષે સામૂહિક હત્યાની ઘટનાઓ અનેક બની, જેમાં ગઇ તા.૧૭ જૂને વંશીય બે ડોગોન ગામોમાં ૪૧ લોકોના હત્યાકાંડનો સમાવેશ થાય છે. શંકાસ્પદ શત્રુ માર્ચ માસમાં કરેલા હુમલામાં ૧૬૦ ફુલાનિ માર્યા ગયા હતા. માલિ સરકાર ફ્રાન્સ અને સંયુક્ત રાષ્ટ્રોની લશ્કરી મદદ છતાં જેને નાથવા માટે પ્રયત્ન કરી રહી છે એ હાલમાં ચાલતી જેહાદી ઝુંબેશ અને દેશના મધ્ય ભાગની અશાંતિ ભેગા થઇ ગયા છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LzFsxV
via Latest Gujarati News

Post a Comment

0 Comments