હોંગકોંગમાં દેખાવકારોએ સંસદ પરિસરને બાનમાં લેતા ચીનનો ક્રિમિનલ તપાસનો આદેશ


(પીટીઆઇ) હોંગકોંગ, તા. 2 જુલાઇ, 2019, મંગળવાર

હોંગકોંગના દેખાવકારોના શાંતિપૂર્ણ દેખાવોએ એ સમયે હિંસક સ્વરૂપ લીધુ જ્યારે કેટલાક દેખાવકારોએ સંસદની ઇમારતને અનેક કલાકો સુધી પોતાના કબજામાં રાખી હતી. દેખાવકારોને હટાવવા માટે અનેક પોલીસકર્મીઓએ ટિયર ગેસના સેલ છોડયા હતાં. 

ચીને દેખાવકારોના આ કૃત્યને ગંભીર રીતે લીધું છે અને ક્રિમિનલ તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે હોંગકોંગ ચીનનો જ ભાગ છે પણ હોંગકોંગને સ્વાયત્તા પ્રાપ્ત છે.

હોંગકોંગના નાગરિકોને કેટલાક એવા અધિકારો પ્રાપ્ત છે જે ચીનના નાગરિકોને પ્રાપ્ત નથી. આ ઘટના અંગે ચીનની સરકારે જણાવ્યું છે કે સંસદ પરિસરને નુકસાન પહોંચાડવું એક દેશ બે સિસ્ટમ ફોર્મ્યુલાને પડકાર આપવો છે. 

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સોમવાર હિંસા પછી ચીન દેખાવકારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે સરકારે પ્રત્યાર્પણ બિલને ગયા મહિને જ સ્થગિત કરી દીધું હતું અને હવે એવું લાગી રહ્યું છે કે આ બિલને કદાચ જ પસાર કરવામાં આવશે. 

જો કે દેખાવકારો ઇચ્છે છે કે આ બિલ સંપૂર્ણપણે સમાપ્ત કરવામાં આવે. આ ઉપરાંત દેખાવકારો ઇચ્છે છે કે હોંગકોંગના ચીફ એક્ઝિક્યૂટીવ કેરી લેમ રાજીનામું આપે. 

એક જુલાઇને બ્રિટન દ્વારા હોંગકોંગને ચીનને સોંપવાની વર્ષગાંઠ સ્વરૂપે મનાવવામાં આવે છે પણ આ વખતે આ દિવસ સામાન્ય રહ્યો ન હતો. એક જુલાઇએ કેરી લેમને જે જગ્યાએ ધ્વજ ફરકાવવાનો હતો તે જ સ્થળને દેખાવકારોએ બંધ કરી દીધો હતો. 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xs1wSK
via Latest Gujarati News

Post a Comment

0 Comments