MCI અને BCI શિક્ષણના વ્યવસાય અને ભ્રષ્ટાચારનું કેન્દ્ર બન્યા છે


(પીટીઆઇ) નવીદિલ્હી, તા. 23 જુલાઇ, 2019, મંગળવાર

આરએસએસ સમર્થિત ભારતીય શિક્ષણ મંડળ (બીએસએમ)એ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રીસર્ચ શિક્ષણના વ્યવસાયનું અને એને લગતા ભ્રષ્ટાચારનું કેન્દ્ર બન્યા હોવાનો આક્ષેપ કરી, આ તમામ સંસ્થાઓમાં સુધારા સૂચવ્યા છે.

બીએસએમએ શિક્ષણ નીતિમાં પરિવર્તન વિષેની એક અનૌપચારિક નોંધમાં શાંળાનાં ધોરણ-8 સુધી સંસ્કૃતને ફરજિયાત વિષય તરીકે રાખવાની તરફેણ કરી છે. બીએસએમએ દેશની શિક્ષણ પધ્ધતિને વધુ વિદ્યાર્થીલક્ષી અને ભારતીય સંસ્કૃતિ સાથે નિક્ટવર્તી બનાવવા એમાં જરૂરી સુધારા કરવા માટે 19 ભલામણો કરી છે.

એણે માનવ સંપદા વિકાસ મંત્રાલય અને સાંસ્કૃતિક મંત્રાલયને પરસ્પર ભેળવી દેવા સૂચવ્યું છે. સાંસ્કૃતિક મંત્રાલય અંતર્ગત કાર્યરત 150 સસ્થાઓ કળા સંબંધી શિક્ષણ આપતી હોવાથી માનવસંપદા વિકાસ મંત્રાલય સાથે એનું એકીકરણ હિતાવહ છે. અગાઉ સંસ્કૃતિ વિભાગ શિક્ષણ મંત્રાલય અંતર્ગત જ કાર્યરત હતો, એમ એણે ઉમેર્યું છે.

બીએસએમએ જણાવ્યું કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રીસર્ચને નિયમનકાર (રેગ્યુલેટર) નહિ બનવા દઇને, એમની કામગીરીને એમના સંબંધિત ક્ષેત્રના વ્યાવસાયિક ધોરણો નક્કી કરવા પૂરતી મર્યાદિત રાખવી જોઇએ.

બીએસએમએ દ્વારા આ ત્રણ સંસ્થાઓ શિક્ષણના વ્યવસાયનું અને એને લગતા ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની હોવાનો આક્ષેપ કરાયો છે. નોંધનીય છે કે ઉપરોક્ત ત્રણ કાઉન્સિલ અનુક્રમે તબીબી, કાનૂન અને કૃષિ ક્ષત્રોના ઉચ્ચ શિક્ષણ માટે નિયમનકાર સંસ્થા રૂપે કાર્ય કરી રહી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2y4ZpVd
via Latest Gujarati News

Post a Comment

0 Comments