ફડણવીસ સરકારે મુંબઇના મેટ્રોના ત્રણ નવા રૂટના મંજૂરીના નિર્ણયોનો કર્યો ધડાકો


(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા.23 જુલાઈ 2019, મંગળવાર

મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ પ્રધાન મંડળે આજની કેબિનેટની બેઠકમાં મુંબઇ મેટ્રોના ૧૦, ૧૧ અને ૧૨ આ ત્રણ નવા રૂટને મંજૂરી આપી છે.  આશરે ૨૪ હજાર કરોડ રૂપિયાના આ ત્રણ પ્રોજેક્ટ છે. ત્રણ મેટ્રોની લંબાઇ આશરે ૫૦ કિ.મી. જેટલી છે.

રાજ્યના ફડણવીસ સરકારના કેબિનેટે આજની બેઠકમાં મેટ્રો-૧ ૦ આ ગાયમુખ (ઠાણે)થી શિવાજીચૌક, મીરારોડ આ રૂટને મંજૂરી આપી છે. આ રૂટની લંબાઇ ૧૧ કિ.મી. જેટલી છે. જેનો અપેક્ષિત ખર્ચો આશરે પાંચ હજાર કરોડ રૂપિયા જેટલો થશે. આ રૂટ ઉપર ગાયમુખ, ગાયમુખ રેતીબંદર, વર્સોવા ચાર ફાટા, કાશીમીરા અને શિવાજી ચોક, મીરારોડ આ પાંચ સ્ટેશન હશે.

ફડણવીસ કેબિનેટે લીધેલો પેટ્રેક ૧૧ આ રૂટ વડાલાથી જીપીઓ (ફોર્ટ) છે જેની લંબાઇ ૧૧ કિ.મી. અને અપેક્ષિત ખર્ચો આશરે ૮ હજાર કરોડ રૂપિયા હશે. આ રૂટ ઉપર વડાલા આરટીઓ, ગણેશનગર, બીપીટી હોસ્પિટલ, (એલિવેટર સ્ટેશન) શિવડી મેટ્રો, હે બંદર, કોલબંદર, દારૂખાના, વાડી બંદર, કર્લોક ટોવર, કરનાક બંદર, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (અંડર ગ્રાઉન્ડ સ્ટેશન) આ સ્ટેશન રહેશે.

ફડણવીસ સરકારના કેબિનેટે મેટ્રો-૧૨ આ રૂટને મંજૂરી આપી છે જેમાં રૂટની લંબાઇ ૨૫ કિ.મી. અને અપેક્ષિત ખર્ચો આશરે ૧૧ હજાર કરોડ રૂપિયા હશે. આ રૂટ ઉપર એપીએમસી કલ્યાણ, ગણેશ નગર, પિસાવલી ગાંવ, ગોળવલી, ડોંબિવલી એસઆઇડીસી, સાગાવ સોનારુ પાડા, માનપાડા, હાદુરણે, કોલગાંવ, નિળજેગાંવ, વડવલી, બાલે, વકલણ,  તુર્ભે, પિસાવે ડેપો, પિસાવે, તળોજા આ સ્ટેશન રહેશે.

દક્ષિણ મુંભઇમાં ફોર્ટ વિસ્તારમાં અવરજવર કરનારા મુસાફરો માટે વડાલાથી જીપીઓ આ મેટ્રો રૂટ લાભ દાયક થશે ત્યારે અન્ય બે રૂટ કલ્યાણ- તળોજા અને ઘોડબંદર ઉપર રહેનારા, અવર જવર કરનારાઓ માટે લાભદાયક રહેશે. આ માર્ગના કારણે મુસાફરોના સમયમાં ૫૦થી ૭૫ ટકા બચત થશે, એવો દાવો કરવામાં આવ્યો છે. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30YnIRf
via Latest Gujarati News

Post a Comment

0 Comments