
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. 23 જુલાઇ, 2019, મંગળવાર
આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે (IMF) ભારતનો વૃધ્ધિ દર વર્ષ 2019 અને 2020 માટે મંદ દર્શાવ્યો હતો. બંને વર્ષો માટે 0.3 ટકા દર ઓછો રહેશે, જો કે જીડીપી અનુક્રમે 7 અને 7.2 ટકાના દરે વધશે જે ઘરેલું માગ માટેનો આઉટલુક અપેક્ષા કરતાં નબળો દર્શાવે છે. તેમ છતાં ભારત સૌથી ઝડપી પ્રગતિ કરનાર દેશ રહેશે જે ચીન કરતાં પણ આગળ હશે, એમ વોશિંગ્ટનસ્થિત નાણાકીય સંસ્થાએ કહ્યું હતું.
IMFના ચાલુ વર્ષના અગાઉના 0.3 ટકા પ્રોજેકશન કરતાં ઓછો રહેશે.' ભારતનું અર્થતંત્ર 2019માં 7.0 ટકાના દરે વધશે જે 2020માં વધીને 7.2 ટકા થશે. બંને વર્ષો માટે 0.3 ટકા પોઇન્ટ અગાઉના પ્રોજેકશન કરતાં નબળો દર્શાવે છે'એમ વર્લ્ડ ઇકોનોમીક અપડેટમાં IMFએ કહ્યું હતું. ચીનમાં ટેરિફમાં વધારા અને નબળી વિદેશી માગની મકારાત્મક અસરે પહેલાંથી જ માળખાકીય ક્ષેત્રે નબળા મનાતા અર્થતંત્રમાં દબાણ વધાર્યું હતું.
ચીલીના પાટનગર સાન્ટીએગોમાં રિપોર્ટ જારી કરતાં IMFના ભારતીય મૂળના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે કહ્યું હતું કે IMF તેના વૈશ્વિક વૃધ્ધીના પ્રોજેકશનને વર્ષ 2019માં 3.2 ટકા અને 2020માં 3.5 ટકા કરશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JXyvEs
via Latest Gujarati News
0 Comments