
નવી દિલ્હી, તા.22 જુલાઇ, 2019, મંગળવાર
લોકસભામાં આજે સુચનાના અધિકાર(RTI) સંશોધન ખરડા 2019ને મંજૂરી આપી હતી. કેન્દ્રના મંત્રી જીતેન્દ્ર સિંહે પારદર્શિતા કાયદા અંગે વિપક્ષોની શંકાને ફગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકાર પારદર્શિતા, જન ભાગીદારી, સરલીકરણ, ન્યુનતમ સરકાર મહત્ત્મ સુશાસન પ્રત્યે પ્રતિબધ છે.
મંત્રીના નિવેદનના જવાબમાં મજલીસ એ ઇત્તેહાદ ઉલ મુસ્લેમિન (MIM)ના સાંસદ અસદ ઉદ દીન ઓવૈસીએ ખરડા પર પોતાના વિચારો વ્યક્ત કરતાં ખરડાનો વિરોધ કર્યો હતો.તેમણે આ મુદ્દે મત વિભાજનની માગ કરી હતી જેને 79 વિરૂધ્ધ 218 મતે ફગાવી દેવામાં આવી હતી.
સંશોધિત ખરડામાં કહેવામાં આવ્યું હતું કે હવે મુખ્ય સુચના આયુક્ત, સુચના આયુક્ત અને રાજ્યના મુખ્ય સુચના આયુક્તના પગાર, ભથ્થા અને સેવાની શરતો કેન્દ્ર સરકાર નક્કી કરશે.હાલના કાયદા અનુસાર મુખ્ય સુચના આયુક્ત અને સુચના આયુક્તોના વેતન મુખ્ય નિર્વાચન આયુક્ત અને નિર્વાચિત આયુક્તની સમકક્ષ છે. સુચનાના અધિકારને આ સંશોધન દ્વારા સરકાર નબળો પાડવા પ્રયાસ કરી રહી હોવાનો કોંગ્રેસ સહિત તમામ વિપક્ષોએ આક્ષેપ કર્યો હતો.
વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે સરકાર આ સંશોધન દ્વારા રાજ્યોમાં પણ સુચના આયુક્તની નિમણુંકના નિયમ, શરતો અને અન્ય બાબતો નક્કી કરશે જે સંઘીય માળખાની વ્યવસ્થાની તેમજ સંસદીય લોકતંત્રની પણ વિરૂધ્ધ છે. તો સરકારે દલીલ કરી હતી કે પારદર્શિતા અંગે સરકારની પ્રતિબધ્ધતા પર સવાલો ઉઠાવી શકાતા નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LzUd4r
via Latest Gujarati News
0 Comments