26/11ના મુંબઈ હુમલા આતંકવાદીને પકડનારા પોલીસ ઓફિસરને સસ્પેન્ડ કરાયા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 10 ઓગસ્ટ 2019, શનિવાર

૨૬/૧૧ના મુંબઈ પરના હુમલામાં  આતંકવાદી  અજમલ કસાબને જીવતો પકડનાર રાષ્ટ્રપતિ પદક મેળવનારા પોલીસ ઓફિસર સંજય ગોવિલકરને  નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં  આવ્યા છે. અંજરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમના સાથીદારને પકડીને છોડી દેવાનો તેના પર આરોપ છે. આ મામલામાં તેની સાથે જ અન્ય એક એપીઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસ કમિશનર સંજય બર્વેએ આ કાર્યવાહી કરી હતી.

પોલીસ અધિકારી સંજય ગોવિલકર અને એપીઆઈ જીતેન્દ્ર શિંગોટે આર્થિક ગુના શાખામાં ફરજ બજાવતા હતા.

દાઉદ ઈબ્રાહિમનો સાથીદાર સોહેલ ભામલા  અનેક વર્ષથી મુંબઈ પોલીસથી વૉન્ટેડ આરોપીની  યાદીમાં હતો.  આમ છતાં મુંબઈ એરપોર્ટ પર ભામલાને પકડીને પોલીસ ઓફિસર સંજય ગોવિલકરે તેને પૂછપરછ બાદ છોડી દીધો હતો ત્યારબાદ ભામલા દેશ છોડીને પલાયન થઈ ગયો હોવાનું કહેવાય છે. પોલીસ કમિશનર સંજય સૂર્વેએ આ ઘટનાની ગંભીરપણે નોંધ લીધી હતી.  તેમમે આ મામલામાં  બન્ને પોલીસ અધિકારી ગોવિલકર અને શિંગોટેને નોકરીમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.

વર્ષ ૨૦૦૪માં ભામલાને મુંબઈમાં ભારતીય ચલણની બનાવટી નોટના કેસમાં  સજા થઈ હતી.  જામીન મળ્યા બાદ તે નાસી ગયો હતો આથી તેને  ફરાર ઘોષિત કરવામાં આવ્યો હતો.જુહુના એક વેપારીએ પણ તેની સામે છેતરપિંડીની ફરિયાદ કરી હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YUs5Lt
via Latest Gujarati News

Post a Comment

0 Comments