કોયના ડેમના પરિસરમાં વિક્રમી વરસાદ વરસતા પાંચ દિવસમાં 50.30 ટી.એમ.સી. પાણીનો જથ્થો જમા


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 10 ઓગસ્ટ 2019, શનિવાર

કોયના ડેમના ક્ષેત્રમાં આ વર્ષે વિક્રમી વરસાદની નોંધ થઈ છે. ૩ ઓગસ્ટ થી ૭ ઓગસ્ટથી પાંચ દિવસ સુધી કોયના ડેમમાં પાણીનાં જથ્થા જમામાં આશરે ૫૦.૬૦ ટી.એમ.સી. (થાઉજન્ડ મિલિયન ક્યુબીક મીટર) વધારો નોંધાયો હતો. એટલે કે પાંચ દિવસમાં ડેમમાં ૪૮.૧૦ ટકા પાણીનો જથ્થો વધી ગયો છે. આથી કોયના ડેમના ઉપરવાસમાં વિક્રમી વરસાદ વરસ્યો હોવાનું સ્પષ્ટ થાય છે.

કોયના ડેમના ઈતિહાસમાં વર્ષ ૧૯૬૧થી પાણીની આવકમાં સૌથી ઊંચો આંક હોવાનું કહેવાય છે. આથી ડેમમાંથી સતત પાણી છોડવું પડે છે. પરિણામે કોલ્હાપૂર અને સાંગલી પરિસર પાણી હેઠળ આવી ગયો છે.

દરમિયાન સાંગલી, કોલ્હાપૂર અને પુણેમાં ફરી એક વખત અતિવૃષ્ટી થશે એવી આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. બંગાળના ઉપસાગરમાં નિર્માણ થયેલા ઓછા દબાણના પટ્ટાને લીધે આ ઠેકાણે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરાયો છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YGCO0T
via Latest Gujarati News

Post a Comment

0 Comments