
મુંબઇ, તા.10 ઓગસ્ટ 2019, શનિવાર
ઇન્ડિયન ફિલ્મ એકેડેમી એવોર્ડનો સમારંભ આ વરસે મુંબઇમાં યોજાશે. અત્યાર સુધી આ એવોર્ડ સમારંભ જોહાનિસબર્ગ, મેડ્રિડ, દુબઇ, કોલંબો અને ન્યૂયોર્ક સહિત અનેક શહેરોમાં યોજાઇ ચૂક્યા છે.
પરંતુ ૨૦મા આઇફા સમારંભનું આયોજન મુંબઇમાં કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર મહિનામાં આ સમારોહનું આયોજન થશે. આયોજકોએ કહ્યું કે મુંબઇ બોલીવૂડનું ઘર હોવાને કારણે આ એવોર્ડ સમારંભ તેઓ મુંબઇમાં લાવવા માંગતા હતા. આઇફાની શરૃઆત વરસ ૨૦૦૦માં થઇ હતી અને પછી ૧૬ દેશ આ સમારંભના હોસ્ટ બન્યા છે.
પ્રત્યેક વરસે આ સમારંભની યજમાની વિદેશના શહેરોને અપાતી હોવાને કારણે ઘણી વાર એવોર્ડના મેનેજમેન્ટની ટીકા પણ થઇ છે. રાજ્ય સરકાર અને બોલીવૂડે આ નિર્ણયને વધાવી લીધો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KCnMiZ
via Latest Gujarati News
0 Comments