
સંયુક્ત રાષ્ટ્ર, તા. 16 ઓગસ્ટ, 2019, શુક્રવાર
આર્ટિકલ 370 નાબુદ થયા બાદ પહેલી વખત સંયુક્ત રાષ્ટ્રમાં આ મુદ્દો ઉઠયો છે. ચીન, અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને રશિયા પાંચેય દેશોની સુરક્ષા પરિષદે આ મુદ્દે કોઇ પણ અધિકાર ન હોવા છતા બેઠક યોજી હતી. આ બેઠકમાં પાકિસ્તાન કે ભારત સભ્ય ન હોવાથી સામેલ નહોતા થઇ શક્યા પણ બાદમાં ભારત વતી કાયમી પ્રિતિનિધિ સૈયદ અકબરૂદ્દીને ધારદાર રજુઆત કરી હતી. તેમણે આર્ટિકલ 370 નાબુદ કરવી કેમ જરૂરી હતી તેના મુદ્દાઓ રજુ કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં સામાજિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા અને તેમાં વધારો કરવા માટે જ ભારતે આર્ટિકલ 370ને નાબુદ કરી છે. તેમણે કાશ્મીરમાં સરકાર હાલ શું પગલા લઇ રહી છે તે અંગે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે કાશ્મીરમાંથી દરેક પ્રકારની પાબંદીઓ ધીમે ધીમે હટાવવામાં આવી રહી છે.
પાકિસ્તાનને ખુલ્લા મંચ પર ફટકાર લગાવતા અકબરૂદ્દીને કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદનો વધારો કરી રહ્યું છે, તે જેહાદની વાત કરીને હિંસા ફેલાવી રહ્યું છે. અમે અમારી નીતિ પર અગાઉની જેમ જ મક્કમ છીએ, કોઇ પણ સંજોગોમાં હિંસાને અમે સ્વીકારી નહીં લઇએ અને હિંસાનો રસ્તો પણ નહીં અપનાવીએ.
ભારત સાથે વાતચીત શરૂ થાય તે પહેલા પાકિસ્તાને આતંકવાદને રોકવો જ પડશે. કાશ્મીર મુદ્દે આ પહેલા 1971માં બેઠક યોજાઇ હતી. તેથી આ મામલે ઇતિહાસમાં બીજી વખત આવી કોઇ બેઠક યોજાઇ છે. જોકે અગાઉ જ્યારે બેઠક યોજાઇ હતી ત્યારે પણ પાકિસ્તાનની કારમી હાર જ થઇ હતી. તેમ છતા ફરી વારંવાર પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ઉઠાવતું રહ્યું છે
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Z8cP1X
via Latest Gujarati News
0 Comments