ભાખરા ડેમમાંથી 40 હજાર ક્યુસેક પાણી છોડાયુ

જલંધર, તા. 17 ઓગસ્ટ 2019 શનિવાર

ભારે વરસાદના પગલે ભાખરા બંધ પૂરેપૂરો ભરાઇ જવા આવતાં એમાંથી 40 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. સત્તાવાળાઓએ જલંધરમાં સતલજ નદીના તટ વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની ચેતવણી આપી હતી. 

નીચાણવાળા વિસ્તારોમાં ભયજનક પરિસ્થિતિ સર્જાઇ શકે છે એવું તેમને જણાવવામાં આવ્યું હતું. જો કે જિલ્લા સત્તાવાળાએ એવો દાવો કર્યો હતો કે પરિસ્થિતિ પર અમારી ચાંપતી નજર છે.

જલંધરના ઉપાયુક્ત વરીન્દર કુમાર શર્માએ એવો દાવો કર્યો હતો કે ચિંતા કરવાની કોઇ જરૂર નથી. અમે રાહત કાર્ય માટે સાબદા છીએ. લોકોએ પોતે પણ સાવધ રહેવું જોઇએ. નદીતટના વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ શકે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KBoLky
via Latest Gujarati News

Post a Comment

0 Comments