રાજદમાં ભંગાણ પડવાની શક્યતા વધી: રાબડી દેવીના સુલેહના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા

પટણા, તા. 17 ઓગસ્ટ 2019 શનિવાર

લાલુ યાદવના પત્ર રાજદમાં આંતરિક મતભેદો એવી સપાટીએ પહોંચી ગયા છે કે હવે માત્ર ભંગાણની ઔપચારિક જાહેરાતની વાટ જોવાની છે. શુક્રવારે યોજાએલી પક્ષની એક મહત્ત્વની બેઠકમાં લાલુનો નાનો પુત્ર અને ભૂતપૂર્વ ઉપ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ તો ઠીક, લાલુનો મોટો પુત્ર તેજપ્રતાપ અને લાલુની પુત્રી રાજ્યસભાની સાંસદ મિસા કુમારી પણ ગેરહાજર રહી હતી. લાલુના સંતાનોમાં ચાલી રહેલી આ ખટપટોની નોંધ ચારે બાજુ લેવાઇ રહી હતી.

શુક્વારની બેઠકનું સુકાન લાલુના પત્ની અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવીએ સંભાળ્યું હતું. રાજદના ભાવિ અંગે જાતજાતની અફવા વહેતી થઇ હતી. લાલુ યાદવ જેલમાં છે અને સત્તાનાં સૂત્રો એમના દરેક સંતાનને જોઇએ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30dGBiS
via Latest Gujarati News

Post a Comment

0 Comments