
દેશમાં પહેલી વખત સૈન્યની ત્રણેય પાંખો વચ્ચે સંકલન માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક કરાશે : મોદીની જાહેરાત
નવી દિલ્હી, તા. 16 ઓગસ્ટ, 2019, શુક્રવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 73માં સ્વતંત્રતા દિન નિમિત્તે લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું હતું. વડા પ્રધાન બન્યા બાદ મોદીનું 15મી ઓગસ્ટના દિવસે અપાયેલુ આ છઠ્ઠુ ભાષણ હતું. જેમાં તેમણે વિવિધ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.
મોદીના આ ભાષણમાં તેમણે વસ્તી વધી રહી છે તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશમાં જે વસતી વધી રહી છે તેને કાબુમાં લાવવી અતી જરૂરી છે. ભારત હાલ ચીન બાદ દુનિયામાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે.
જોકે ચીનમાં વસતી વધારો હવે અટકી ગયો છે તેથી ભારત વસતી વધારામાં નંબર એક પર આવી શકે છે જેનાથી દેશમાં અનેક સમસ્યાઓ વધી શકે છે. આ અંગે મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આર્ટિકલ 370 નાબુદીનો પણ ઉલ્લેક કર્યો હતો અને જણાવ્યું હતું કે આ આર્ટિકલને નાબુદ કરીને સરદાર પટેલના સપનાને પુરૂ કર્યું,
આ પગલાને દરેક પક્ષોેએ સમર્થન કર્યું. જે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે તેમને દેશ એટલુ જ પૂછી રહ્યો છે કે જો 370 જરૂરી હતી તો તેને કાયમે તરીકે કેમ દાખલ નહોતી કરાઇ? મોદીએ વસતી વધારો ઉપરાંત ચિફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણુંક કરવામાં આવશે તેની પણ જાહેરાત પોતાના ભાષણમાં કરી હતી.
ત્રણેય સૈન્ય વચ્ચે તાલમેલ જાળવી રાખવા માટે ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ એટલે કે સીડીએસ કામ કરશે. હાલ આ પદ માટે સૈન્ય વડા બિપિન રાવતનું નામ મોખરે છે.
મોદીએ વસતી વધારાને નિયંત્રિત કરવા પર જે વાત કરી હતી તેને મુસ્લિમ સંગઠનો દ્વારા પણ સમર્થન મળી રહ્યું છે જ્યારે કેટલાક મુસ્લિમ નેતાઓ આ નિવેદનને ધર્મ સાથે જોડીને તેનો વિરોધ પણ કરી રહ્યા છે. જેમ કે મુસ્લિમ ઉલેમા પરિવાર નિયંત્રણના સમર્થનમાં આવ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 73માં સ્વાતંત્ર્યદિન ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ (સીડીએસ)ના હોદ્દાની રચનાની ઘોષણા કરી હતી, જમ્મુ અને કાશ્મીરના લોકોની આકાંક્ષાઓ પૂરી કરવાના શપથ લીધા હતા, વસતિ વિસ્ફોટને નિયંત્રણમાં લેવાનો અનુરોધ કર્યો હતો અને એક રાષ્ટ્ર એક ચૂંટણી માટેના તેમના આગ્રહને દોહરાવ્યો હતો.
લગભગ 95 મિનિટના ભાષણમાં મોદીએ સમગ્ર દેશમાં પાઇપ લાઇન દ્વારા પીવાનું પાણી ઘેરઘેર પહોંચતું કરવા જેવી મહત્વની અનેક ઘોષણાઓ કરતાં કહ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં લોકોની જરૂરીયાતો પૂરી કર્યા બાદ હવે બીજી મુદતમાં મારી સરકાર લોકોની આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવાની દિશામાં કામગીરી કરશે.
રાષ્ટ્રજોગ સંબોધનમાં મોદીએ સરહદ પારના ત્રાસવાદ, ભ્રષ્ટાચાર, ગરીબી, ઇઝ ઓફ લિવિંગ (સુખચેનભર્યું જીવન) નિશ્ચિત કરવું, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ, રાસાયણિક ખાતરનો ઉપયોગ પર અંકુશ તથા પાણીની જાળવણી જેવા અનેક મુદ્દા આવરી લીધા હતા.
જલજીવન અભિયાનની ઘોષણા કરતા કહ્યું હતું કે તમામ ઘરમાં પાઇપ દ્વારા પીવાનું પાણી પહોંચાડવા મારી સરકાર રૂા. 3.5 લાખ કરોડ ખર્ચશે. ભાજપના નેતૃત્વમાંની સરકારે સર્વસામાન્ય લોકોની જરૂરિયાતો પૂરી કરવા કામગીરી કરી હતી અને વિશેષ કરીને ગ્રામીણ ભારત, ખેડૂતો, રપછાત વર્ગો, દલિતો અને આદિવાસીઓના કલ્યાણને પોતાના લક્ષ્યમાં રાખ્યું હતું.
પાકિસ્તાનના સ્પષ્ટ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે જેઓ ત્રાસવાદને ટેકો આપે છે તેનું રખોપુ કરે છે અને તેની નિકાસ કરે છે તેમને ઉઘાડા પાડવા જોઇએ. ઉપખંડમાં માત્ર ભારત જ ત્રાસવાદનું નિશાન નથી. બાંગલાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાન પણ ત્રાસવાદનું નિશાન બન્યા છે. 19મી ઓગસ્ટે સ્વાતંત્રતાના એકસોમા વર્ષની ઉજવણી કરનારા અફઘાનિસ્તાનને મોદીએ અભિનંદન આપ્યા હતા.
વસતિ વિસ્ફોટ વિશે ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે વસતિ વધારાથી અનેક મુશ્કેલીઓ ઉભી થાય છે. અને આ સમસ્યા નાથવા કેન્દ્ર અને રાજ્ય સરકારો યોજનાઓ શરૂ કરે તે જરૂરી છે. દર વર્ષે વેકેશનમાં બે કરોડ ભારતીય પર્યટકો વિદેશોમાં જાય છે તે સંદર્ભમાં ઘર આંગણાના પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા 2022 સુધીમાં દેશના 15 પ્રવાસન સ્થલોએ જવાનો અનુરોધ વડાપ્રધાને ભારતીય પર્યટકોને કર્યો હતો.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33GatH2
via Latest Gujarati News
0 Comments