કર્ણાટકમાં નવો વિવાદ સર્જાયો: કુમાર સ્વામી નેતાઓ-પત્રકારોના ફોન ટેપ કરતા હતા?

બેંગાલુરુ, તા. 17 ઓગસ્ટ 2019 શનિવાર

કર્ણાટકમાં નવો વિવાદ સર્જાયો છે. માત્ર બે સપ્તાહ પહેલાં વિશ્વાસનો મત નહીં મેળવી શકવા બદલ સત્તા ગુમાવનારા જેડીયુના એચ ડી કુમારસ્વામી  મુખ્ય પ્રધાન હતા ત્યારે રાજ્યના નેતાઓ, પોલીસ અધિકારીઓ અને પત્રકારોના ફોન ટેપ કરાવતા  હતા એવી વાત બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો.

વાસ્તવમાં બેંગાલુરુના બે પોલીસ અધિકારી વચ્ચે થયેલા મતભેદના પગલે આ વાત બહાર આવી હતી. પોલીસ કમિશનર ભાસ્કર રાવના ફોનની કેટલીક ક્લીપ્સ મિડિયાને અપાઇ હતી. એના પગલે કોંગ્રેસના નેતા સિદ્ધારામૈયા, ભૂતપૂર્વ ગૃહ પ્રધાન એમબી પાટિલ, મલ્લિકાર્જુન ખડગે અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન તેમજ ભાજપના નેતા આર અશોકે આ કિસ્સાની તપાસ કરવાની માગણી કરી હતી.

હાલના મુખ્ય પ્રધાન યેદીયુરપ્પાએ ચીફ સેક્રેટરીને બોલાવીને આ ઘટનાની તમામ વિગતો પોતાની સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. પોતાની સરકાર સમક્ષ ખતરો સર્જાઇ રહ્યો છે એવું લાગતાં કુમાર સ્વામીએ 2018ના નવેંબરથી પોલિટિકલ લીડર્સ, મિડિયામેન અને પોલીસ ઑફિસર્સના ફોન ટેપ કરવાનો આદેશ આપ્યો હતો જેથી શું રંધાઇ રહ્યું છે એની માહિતી પોતાને મળતી રહે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P0A0Ht
via Latest Gujarati News

Post a Comment

0 Comments