કાનપુર, તા. 17 ઓગસ્ટ 2019 શનિવાર
ઉત્તર પ્રદેશના કાનપુર શહેરમાં બળેવના પવિત્ર દિવસે જ એક યુવાને એની સગી પિતરાઇ બહેન પર રેપ કર્યો હતો.
16 વર્ષની આ છોકરી ઘરમાં એકલી હતી. એની માતા પિયરે પોતાના ભાઇને રાખડી બાંધવા ગઇ હતી. છોકરીને એકલી જોઇને એના પિતરાઇ ભાઇની દાઢ સળકી હતી અને એણે બહેન પર રેપ કર્યો હતો.
છોકરીએ પોતાનાં સ્વજનોને ફરિયાદ કરતાં કાકાએ એને જ દોષિત ઠેરાવતાં છોકરીને એટલી હદે લાગી આવ્યું કે રાત્રે ઘરમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. છોકરાની ધરપકડ કરવાના પ્રયાસો ચાલુ છે એમ પોલીસે કહ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZcbuXO
via Latest Gujarati News
0 Comments