ઝાકિર નાઇક મલેશિયાનું નાગરિકત્વ ગુમાવશે ? હિન્દુઓ વિશે અઘટિત ટકોર કર્યાથી મલેશિયા નારાજ

કુઆલાલંપુર, તા. 17 ઓગસ્ટ 2019 શનિવાર

ભારતના ભાગેડુ ગુનેગાર અને વિવાદાસ્પદ મૌલવી ઝાકિર નાઇક મલેશિયાનું નાગરિતક્વ ગુમાવી બેસે એવી શક્યતા હોવાનું જાણવા મળ્યું હતું.

ઝાકિર નાઇક પર ભારતમાં કરોડો રૂપિયા ગેરકાયદે ધરાવવાના અને મની લોન્ડરીંગના આક્ષેપો છે. એ નાસતો ફરે છે. છેલ્લા થોડા સમયથી એ મલેશિયામાં વસી ગયો છે અને ત્યાંનું નાગરિકત્વ પણ મેળવી લીધું હતું.

મલેશિયા મુસ્લિમ દેશ છે પરંતુ અમન અને ભાઇચારામાં માને છે. ઝાકિર નાઇકે તાજેતરમાં એક સભામાં હિન્દુઓ વિશે કરેલી અઘટિત ટકોરથી મલેશિયાની સરકાર ખૂબ નારાજ થઇ હતી અને ટૂંક સમયમાં એની આકરી પૂછપરછ કરવામાં આવશે એેવો અણસાર મલેશિયન સરકારે આપ્યો હતો. ભારત સાથેના મલેશિયાના સંબંધો સારા છે એટલે નાઇક કદાચ મલેશિયાનું નાગરિક્ત્વ પણ ગુમાવી દે તો નવાઇ નહીં.

એણે કહ્યું હતું કે ભારતમાં મુસ્લિમોને જે અધિકારો મળ્યા છે એના કરતાં મલેશિયામાં હિન્દુઓ વધુ અધિકારો અને સ્વાતંત્ર્ય  ભોગવે છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YYRmco
via Latest Gujarati News

Post a Comment

0 Comments