
મુંબઇ, તા. 14 સપ્ટેમ્બર, 2019, શનિવાર
2019નું ચોમાસું મુંબઇના આકાશમાંથી મુશળધાર વરસ્યું છે.ખાસ કરીને મુંબઇમાં સપ્ટેમ્બરમાં થયેલી શ્રીકાર વર્ષાએ છેલ્લાં 25 વરસનો રેકોર્ડ તોડયો હોવાની માહિતી મળે છે.
હવામાન ખાતાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે 1,જૂનથી9,સપ્ટેમ્બર-2019 સુધીમાં મુંબઇમાં 3342.9 મિલિમીટર(133 ઇંચ) જેટલો અતિ ભારે વરસાદ વરસ્યો છે.જૂન-સપ્ટેમ્બર-2010 દરમિયાન મુંબઇમાં3327 મિલિમીટર વર્ષા થઇ હતી.ઉપરાંત,સપ્ટેમ્બરના પહેલા નવ દિવસ દરમિયાન મુંબઇમાં(સાંતાક્રૂઝ) 789 મિલિમીટર (31 ઇંચ)વરસાદ નોંધાયો હતો.
સપ્ટેમ્બર-1994થી સપ્ટેમ્બર-2010 સુધીનાં 25 વરસ દરમિયાનનો ઓ રેકોર્ડ છે. હવામાન ખાતાનાં સૂત્રોએ એવી માહિતી પણ આપી હતી કે 2019ના ચોમાસામાં 13,સપ્ટેમ્બર સુધીમાં મુંબઇમાં સાંતાક્રૂઝમાં 3398.6 મિલિમીટર(135.92 ઇંચ) જ્યારે કોલાબામાં 2364.6 મિલિમીટર(94.56 ઇંચ) જેટલો વરસાદ નોંધાયો છે.
આ સૂત્રોએ એવી માહિતી પણ આપી હતી કે મુંબઇમાં સપ્ટેમ્બર-1954માં 920 મિલિમીટર વરસાદ નોંધાયો હતો,જે આજ સુધીનો સપ્ટેમ્બરનો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ છે. સપ્ટેમ્બર-1993માં મુંબઇમાં 904 મિલિમીટર વર્ષા નોંધાઇ હતી જ્યારે સપ્ટેમ્બર-1981માં 821 મિલિમીટર વરસાદ નોંધાયો હતો.
હવામાન ખાતાના વિજ્ઞાાની સુનીલ કાંબળેએ એવી માહિતી આપી હતી કે સપ્ટેમ્બર-2019ના પહેલા પાંચ દિવસમાં જ મુંબઇમાં 500 મિલિમીટર જેટલો શ્રીકાર વરસાદ નોંધાયો હતો.આવો મુશળધાર વરસાદ ભાગ્યે જ વરસે છે.જોકે તે દિવસોમાં એક સાથે પાંચ પાંચ કુદરતી પરિબળો ઘુમરાયાં હોવાથી શહેરમાં આવો ધોધમાર વરસાદ વરસ્યો હતો.
આ પાંચ પરિબળોમાં ઓફ્ફ શોર ટ્રફ,મધ્યપ્રદેશ પર અને ઉત્તર મુંબઇ પર સર્જાયેલાં બે સાયક્લોનિક સર્ક્યુલેશન,ઇસ્ટ-વેસ્ટ શિયર ઝોન અને બંગાળના ઉપસાગરમાં સર્જાયેલો હવાના હળવા દબાણનો પટ્ટો વગેરેનો સમાવેશ થાય છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZZZo5v
via Latest Gujarati News
0 Comments