
ઇસ્લામાબાદ, તા. 16 સપ્ટેમ્બર, 2019, સોમવાર
કાશ્મીર મામલે સમર્થન માટે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન હવે મુસ્લિમ દેશો સમક્ષ મદદની ભીખ માગવા લાગ્યા છે. જોકે એવા અહેવાલો છે કે જે મુસ્લિમ દેશો છે તેણે પણ પાકિસ્તાનને આ મામલે કોઇ જ મદદ કરવાની ના પાડી દીધી છે. અગાઉ અમેરિકા અને બ્રિટન તેમજ રશિયા જેવા દેશોએ પણ ઇમરાન ખાનને મદદની ના પાડી દીધી હતી.
ઇમરાન ખાને સાઉદી અરેબિયા અને યુએઇની મદદ માગી હતી. જોકે આ બન્ને મોટા મુસ્લિમ દેશોએ પાકિસ્તાનને કોઇ પણ પ્રકારની મદદ કરવાની ના પાડી દીધી હતી.
પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યૂન એક્સપ્રેસ દ્વારા પ્રકાશીત એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે યુએઇ અને સાઉદી અરેબિયા જેવા મુસ્લિમ દેશોએ પાકિસ્તાનને સલાહ આપી છે કે તે વાતચીત દ્વારા ભારત સાથેના સંબંધોને યોગ્ય દિશામાં લઇ જવાના પ્રયાસો કરે.
માત્ર ઇમરાન ખાન જ નહીં પાકિસ્તાની સૈન્યના વડા બાજવાને પણ આ જ પ્રકારની સલાહ યુએઇ અને સાઉદી અરેબિયાએ આપી છે. બન્ને સાથે આ દેશોના વડાઓ અને તેના પ્રતિનિિધઓએ વાતચીત કરી હતી અને વાતચીત અતી ગુપ્ત રાખવામાં આવી હતી. જોકે એવા અહેવાલો છે કે આ બન્ને દેશોએ સીધી રીતે કોઇ પણ પ્રકારની મદદ કરવાની પાકિસ્તાનને ના પાડી દીધી છે.
સાઉદી અરેબિયા ભારતને મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ સપ્લાય કરે છે, પાકિસ્તાન કરતા મોટુ માર્કેટ તેનું ભારતમાં છે. આવી સિૃથતિમાં તે જો પાકિસ્તાનને સાથ આપે તો તે પણ પોતાના પગ પર કુવાડો મારવા જેવું થશે તેથી તેણે મદદ કરવાની ના પાડી દીધી છે. અગાઉ અનેક મુસ્લિમ સંગઠનોએ પણ ઇમરાન ખાનને આ જ પ્રકારની સલાહ આપી હતી અને કહ્યું હતું કે વાતચીત જારી રાખો.
આ ઉપરાત જોકે આ મુસ્લિમ દેશોએ સાથે પાકિસ્તાનને એવી પણ ખાતરી આપી છે કે કાશ્મીરમાં જે પ્રતિબંધો છે તેને ઓછા કરવામાં આવે તે માટે ભારત સાથે તેઓ વાતચીત કરવા માટે તૈયાર છે. આ સિૃથતિ વચ્ચે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન 19મી સપ્ટેમ્બરે સાઉદી અરેબિયા જવાના છે. જે સમયે પણ તેઓ કાશ્મીરનું રટણ જારી રાખી શકે છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/307Wsmk
via Latest Gujarati News
0 Comments