ચીન તરફી દેખાવકારો પ્રત્યે નરમ જ્યારે આંદોલનકારીઓ પ્રત્યે પોલીસનું કડક વલણ


હોંગકોંગ, તા. 16 સપ્ટેમ્બર, 2019, સોમવાર

હોંગકોંગ પોલીસ પર ચીન તરફી લોકો સાથે નરમ વલણ અપનાવ્યાના હોવાના આક્ષેપોને રદીઓ આપતા પોલીસે કહ્યું હતું કે અમારા ગયા સપ્તાહના અંતે રસ્તા પર થયેલી હિંસક અથડામણો વખતે અધિકારીઓ એ બેજીંગ તરફી લોકો પ્રત્યે જરાય કુણું વલણ દાખવ્યું નહતું.એક સમયના સ્થિર નાણાકીય કેન્દ્ર મનાતા હોંગકોંગમાં છેલ્લા 90 દિવસોથી લોકશાહી તરફી યુવાનો આંદોલન કરી રહ્યા છે. 

તેઓ ચીનના  કડક કાયદાઓને બદલે હળવા નિયમો લાગુ કરવા અને પોલીસને જવાબદાર માનવા માટે આંદોલન કરી રહ્યા છે. 1997માં હોંગકોંગ ચીનને પરત સોંપાયા પછી હોંગકોંગમાં આ સૌથી મોટી લડાઇ છે. ચીન તરફી શાસકો અને આંદોલનકારીઓ એમ બંનેએ કટ્ટર વલણ અપનાવ્યું હોવાથી છેલ્લા ત્રણ મહિનાથી સ્થિતિ તંગ બની છે.

રવિવારે તોફાનોને કાબુમાં લેતી પોલીસે આંદોલનકારીઓ પર લાઠીઓ વરસાવી હતી તો આંદોલનકારીઓએ પોલીસ પર પેટ્રોલ બોમ્બ ઝીંક્યા હતા. પરિણામે શાંતિપૂર્ણ મનાતી લડાઇ સોમવારે હિંસક બની હતી.

સોમવારે આયોજીત પત્રકાર પરિષદમાં હોંગકોંગ પોલીસે લાકશાહી તરફી આંદોલનકારીઓ દ્વારા નિર્દોષ નાગરિકો પર કરાતા અત્યાચાર અને તેમની કરાતી મારઝૂડના વિડિયો જારી કર્યા હતા.

એક ઘટનામાં તો ટોળાએ એક વ્યક્તિને માર મારતા તે બેભાન થઇ ગયો હોવાનું પણ દેખાતું હતું.લોકશાહી તરફી આંદોલનકારીએ ઓછામાં ઓછી ચાર જગ્યાએ નિર્દોષ લોકોને મારતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બેભાાન થઇ ગયેલા શખસની સ્થિતિ ગંભીર બનતા તેને હોસ્પિટલે લઇ જવામાં આવી હતી.

' અનેક દેખાવકારોએ કાયદો પોતાના હાથ લીધો હતો અને જે લોકો તેમને સાથ આપતા ન હતા તેમને મારતા હતા. આવા ક્રૂર અને અમાનવીય વલણની અમે સખત ટીકા કરીએ છીએ'એમ પોલીસના પ્રવકતા જોન ત્સે એ પત્રકારોને કહ્યું હતું. પરંતુ સરકારના સમર્થકો દ્વારા કરાયેલા હુમલા અંગે પોલીસની રજૂઆત અથવા તો તેને વખોડવાને ઓછો સમય ફાળવવામાં આવ્યો હતો.

શનિવારે અને રવિવારે ચીન તરફી લોકોએ પણ આંદોલનકારીઓ પર હુમલા કર્યા હતા તેનો ખૂબ ઓછો ઉલ્લેખ પોલીસે કર્યો હતો. ફોર્ટેરેસ હિલ અને નોર્થ પોઇન્ટ ખાતે બેજીંગ તરફી લાગણીઓ વધારે જોવા મળી હતી અને ત્યાં જ વૈચારિક રીતે તેમનાથી અલગ પડેલા લોકો પર ચીન તરફી લોકોએ હુમલા કર્યા હતા.

રવિવારે સોશિયલ મીડિયા પર એવા અનેક  દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં પોલીસ સરકારી આંદોલનકારીઓને મદદ કરતી દેખાતી હતી અને તેમની ઓળખપણ છુપાવતી હતી. ઉપરાંત તેમને તોફાનો પછી જવા દેવામાં આવ્યા હતા.

એક વિડીયોમાં તો બે જણાને રાઇટ પોલીસ ઘેરીને લઇ જતી અને તેને મારતી દેખાતી હતી. કેટલાક પત્રકારોને પણ તમાચા મારવામાં આવ્યા હતા. આ વખતે પોલીસે પત્રકારોને બચાવવા જરાય પ્રયાસ કર્યા ન હતા.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QdacZg
via Latest Gujarati News

Post a Comment

0 Comments