
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.14 સપ્ટેમ્બર 2019, શનિવાર
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શ્રદ્ધા કપૂરે ઘણા ચઢાવ-ઊતાર અનુભવ્યા છે. અભિનેત્રીએ એક બીમારીનો ભોગ બની ગઇ છે, જેનું કારણ ઘણા પછીથી તે જાણી શકી.
શ્રદ્ધાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, '' મને શરીરમાં સતત દુખાવો રહેતો હતો. મે વિવિધ તબીબી તપાસ કરાવી હતી, પરંતુ દુખાવાનું કારણ પકડાતુ નહોતું. પછીથી મારા ધ્યાનમાં આવ્યું કે હું એનઝાઇટીનો ભોગ બની ગઇ છું. જોકે મને હવે આ રોગ સામે લડતા આવડી ગયું છે. હું મારા દરેક સંજોગોમાં ખુશ રહું છે, જીવનમાં જે પણ આવે છે તેને સ્વીકારી લઉં છું.''
શ્રદ્ધા બોલીવૂડમાં સતત વ્યસ્ત રહેનારી અભિનેત્રી છે. તે એક પછી એક ફિલ્મો સાઇન કરતીજાય છે. હાલ જ તેની 'છિછોરે' રીલિઝ થઇ છે. આ બાદતે 'સ્ટ્રીટ ડાન્સર ૩ડી, બાગી ૩માં જોવા મળશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34KbD4P
via Latest Gujarati News
0 Comments