
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.14 સપ્ટેમ્બર 2019, શનિવાર
આયુષમાન ખુરાનાએ ૧૪ સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ ઊજવ્યો. અભિનેતા જલદી જ બોલીવૂડના સફળ કલાકારોની યાદીમાં સમાવેશ થઇ ગયો છે. આજે તેની ગણના સુપરહિટ ફિલ્મની ગેરન્ટી તરીકે થાય છે. તેણે બોલીવૂડમાં ફિલ્મ 'વિકી ડોનર'થી કારકિરદી શરૃ કરી હતી. જોકે આ ફિલ્મ બાદ તેની અમુક ફિલ્મો નિષ્ફળ પણ ગઇ હતી. પરંતુ હવે તે પાછો ટ્રેક પર આવી ગયો છે, અને સતત હિટ ફિલ્મો આપી રહ્યો છે.
જોવા જઇએ તો આજના દિવસોમાં આયુષમાન ખુરાના બોલીવૂડનો એક માત્ર એકટર છે જેની પાછલી પાંચ ફિલ્મો બોકસ ઓફિસ પર સતત હિટ ગઇ છે. સાલ ૨૦૧૭માં આયુષમાન ખુરાની 'બરેલી કી બર્ફી' રીલિઝ થઇ હતી. જે સુપરહિટ નીવડી હતી.
આ બાદ આયુષમાન ખુરાનીની એક પણ ફિલ્મ નિષ્ફળ ગઇ નથી. તેની ફિલ્મોની સફળતાનો શ્રેય તેની ફિલ્મોની સ્ટોરી છે. તે અલગ જ વિષયક ફિલ્મોમાં કામ કરવાનું પસંદ કરે છે. તેના પાત્ર સાથે સામાન્ય જનતા સ્વયંને કનેક્ટ કરી શકતી હોય છે.
આયુષમાને ફિલ્મ 'અંધાધૂન' માટે નેશનલ એવોર્ડ પણ મેળવ્યો છે. આ થ્રિલરમાં અભિનેતાના પાત્રના વખાણ થયા હતા. આ ઉપરાંત ૨૦૧૮માં રીલિઝ થયેલી ફિલ્મ'બધાઇ હો'ને દર્શકોએ બોક્સ ઓફિસ પર વધાવી હતી. આ ફિલ્મે રૃપિયા ૧૩૪ કરોડનું કલેકશન કર્યું હતું. આ ફિલ્મનો વિષય પણ સૌથી અલગ હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2I9mKKK
via Latest Gujarati News
0 Comments