
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.14 સપ્ટેમ્બર 2019, શનિવાર
બોલીવૂડમાં સ્ટાર સંતાનો ડેબ્યુ કરી રહ્યા છે. તેમાં જલદી જ ગોવિંદાની પુત્રી ટીના આહુજાનું નામ પણ આવી જાય તો આશ્રર્ય નહીં થાય. ટીનાએ કારકિર્દીની શરૃઆતમાં એક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે, જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર મુક્યો છે, અને ઘણા લાઇક મેળવ્યા છે.
ટીનાનો સોશિયલ મીડિયા પરનો મ્યુઝિક વીડિયો જોતા લોકો આશ્રર્યમાં પડી ગયા છે. ટીના આ ગીતમાં ખુબ જ સુંદર લાગી રહી છે. ટીના સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. તે પોતાની સુંદર-સુંદર તસવીરો મુકતી રહે છે. તેણે પોતાના એક નવા મ્યુઝિક વીડિયો પ્રમોશન માટે ટિક-ટોક પર પણ ડેબ્યુ કર્યું છે.
ટીનાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ''મને ફિલ્મમાં કામ કરવામાં રસ છે. પરંતુ મારી પહેલી શરત હશે સ્ક્રિપ્ટ. મનત્સ્ક્રિપ્ટ પસંદ પડશે તો જ હું કામ કરીશ, મને કોઇ સફળ કે લોકપ્રિય સ્ટાર સાથે કામ કરવાની ઘેલછા નથી. આજ સુધી મને સારી સ્ક્રિપ્ટની ઓફર ન થઇ હોવાથી મેં બોલીવૂડમાં ડેબ્યુ કર્યુ નથી.''
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30dfGmE
via Latest Gujarati News
0 Comments