(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૪
નાણા પ્રાૃધાન નિર્મલા સિતારમણે નિકાસ અને રિયલ એસ્ટેટ સેક્ટર માટે ૭૦,૦૦૦ કરોડ રૃપિયાના પેકેજની જાહેરાત કરી છે. નાણા પ્રાૃધાન દ્વારા સ્ટ્રેસ્ડ એસેટ ફંડની રચના કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. છ વર્ષની નીચલી સપાટીએ પહોંચી ગયેલા આૃર્થતંત્રને ફરીાૃથી બેઠુ કરવાના ભાગરૃપે નાણા પ્રાૃધાન દ્વારા છેલ્લા એક મહિનામાં ત્રીજી વખત પ્રોત્સાહક પગલાઓની જાહેરાત કરવામાં આવી છે. સરકારે આજે કરેલી મહત્ત્વપૂર્ણ જાહેરાત હેઠળ અધૂરા રહેલા હાઉસિંગ પ્રોજેક્ટને સરકાર નાણાં પૂરા પાડશે. જો કે પ્રોજેક્ટનું ૬૦ ટકા કામ પૂર્ણ ાૃથઇ ગયું છે તે પ્રોજેક્ટને જ સરકાર નાણા આપશે. આ ઉપરાંત આ સહાય માટે આ પ્રોજેક્ટ એનપીએ ાૃથયેલ ન હોવો જોઇએ અને તેની સામે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં કેસ ચાલતો ન હોવો જોઇએ. સરકારના નિર્ણયાૃથી ૩.૫ લાખ મકાનમાલિકોને ફાયદો ાૃથશે જે વર્ષોાૃથી પોતાના મકાનની રાહ જોઇ રહ્યાં છે. આ માટે ૨૦,૦૦૦ કરોડ રૃપિયાના ફંડની રચના કરવામાં આવશે. જે પૈકી ૧૦,૦૦૦ કરોડ રૃપિયા સરકાર આપશે જ્યારે બાકીના ૧૦,૦૦૦ કરોડ રૃપિયા બહારના રોકાણકારો પાસેાૃથી એકત્ર કરવામાં આવશે.
નિકાસને વાૃધારવા માટે માર્ચ, ૨૦૨૦માં દેશમાં ચાર સૃથળોએ એન્યુઅલ મેગા શોપિગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. જેમાં હેન્ડીક્રાફ્ટ, યોગા, ટુરિઝમ, ટેક્સટાઇલ અને લેાૃધર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સ્ટ્રેસ્ડ એસેટ ફંડ સહિતની યોજનાઓ માટે ૩૦,૦૦૦ કરોડ રૃપિયા ફાળવવામાં આવશે.
એક્સપોર્ટ ક્રેડિટ વાૃધારવા માટે ૩૬,૦૦૦ કરોડ ાૃથી ૩૮,૦૦૦ કરોડ રૃપિયા લગાવવામાં આવશે.એક જાન્યુઆરી, ૨૦૨૦ાૃથી એમઇઆઇએસનું સૃથાન આરઓડીટીઇપી લેશે.
સમગ્ર દેશમાં ચાર સૃથળોએ મેગા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન
કેન્દ્ર સરકાર દુબઇની જેમ ભારતમાં પણ ચાર સૃથળોએ મેગા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરશે. જે હેઠળ પ્રાૃથમ શોપિંગફેસ્ટિવલ માર્ચ, ૨૦૨૦માં યોજવામાં આવશે. આ શોપિગ ફેસ્ટિવલમાં હેન્ડીક્રાફ્ટ,યોગા, ટુરિઝમ, ટેક્સટાઇલ અને લેાૃધર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
નિકાસનો સમય ઘટાડવામાં આવશે
નિકાસનો સમય ઘટાડવા માટે ઓટોમેટિક સિસ્ટમ લાગુ કરવામાં આવશે. એક્સપોર્ટ ફાઇનાન્સ એક ઇન્ટરમિનિસ્ટિયરલ ગુ્રપની દેખરેખ હેઠળ કાર્ય કરશે. બોસ્ટન જેવા પોર્ટ ટર્ન એરાઉન્ડ માટે અડાૃધા દિવસનો સમય લે છે. શાંઘાઇનો પોર્ટ તેનાાૃથી પણ ઓછો સમય લે છે. એક્સપોર્ટ ક્રેડિટ વાૃધારવા માટે ૩૬૦૦૦ કરોડ ાૃથી ૩૮૦૦૦ કરોડ રૃપિયા ફાળવવામાં આવશે.
એમઇઆઇએસનું સૃથાન આરઓડીટીઇપી લેશે
એક જાન્યુઆરી, ૨૦૨૦ાૃથી એમઇઆઇએસ બંાૃધ કરી દેવામાં આવશે અને તેનું સૃથાન આરઓડીટીઇપી લેશે. નવા આરઓડીટીઇપીાૃથી ૫૦,૦૦૦ કરોડ રૃપિયાનો ફાયદો ાૃથશે. એમઇઆઇએસ એટલે કે મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા(એમઇઆઇએસ) હેઠળ સરકાર પ્રોડ્ક્ટ અને દેશના આાૃધારે ડયુટી પર લાભ ઉપલબૃધ કરાવતી રહી છે.
એફોર્ડેબલ મિડલ હાઉસિંગ માટે સ્પેશિયલ વિન્ડો
નવું મકાન ખરીદવુ સરળ અને સસ્તું મળી રહે તે માટે નાણા પ્રાૃધાન નિર્મલા સિતારમણ દ્વારા ૧૦,૦૦૦ કરોડ રૃપિયાની સ્પેશિયલ વિન્ડો શરૃ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ વિન્ડો હાઉસિગ પ્રોજેક્ટને અંતિમ સમયે ભંડોળ પુરુ પાડશે. દેશમાં અધૂરા રહી ગયેલા હાઉસિંગ પ્રોજેક્ટને તાત્કાલિક પૂર્ણ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સરકારી કર્મચારીઓ નવું મકાન ખરીદવા આકર્ષાશે
હાઉસ બિલ્ડિંગ એડવાન્સ પરનો વ્યાજ દર ઘટાડીને ૧૦ વર્ષની સરકારી સિક્યુરિટીના વ્યાજ દર સાાૃથે જોડી દેવામાં આવશે. જેના કારણે સરકારી કર્મચારીઓ નવું મકાન ખરીદવા આગળ આવશે. ઉલ્લેખનીય છે કે નવા મકાન ખરીદવામાં સરકારી કર્મચારીઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2O8devv
via Latest Gujarati News
0 Comments