
(પીટીઆઈ) વોશિંગ્ટન, તા. 14 સપ્ટેમ્બર, 2019, શનિવાર
અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદે અમેરિકન દળોના આતંકવાદ વિરોધી અભિયાનમાં અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા બિન લાદને પણ માર્યો ગયો છે અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે આ બાબતની પુષ્ટી કરી હતી. હમઝાના માર્યા ગયાની પુષ્ટી ટ્રમ્પે લગભગ એક મહિના પછી કરી છે.
અમેરિકન મીડિયાએ ઓગસ્ટ મહિનામાં અમેરિકન ગુપ્તચર એજન્સીના અિધકારીઓને ટાંકીને આતંકવાદ વિરોધી એક અભિયાનમાં ઓસામાનો પુત્ર હમઝા માર્યો ગયો હોવાના અહેવાલ પ્રકાશિત કર્યા હતા.
ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું કે અલ-કાયદાનો હાઈ-રેન્કિંગ આતંકી અને ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા બિન લાદેન અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે આતંકવાદ વિરોધી એક અભિયાનમાં અમેરિકન દળોના હાથે માર્યો ગયો છે.
જોકે, અમેરિકન પ્રમુખે હમઝા કેવા સંજોગોમાં અને ક્યાં માર્યો ગયો તેની કોઈ સ્પષ્ટતા કરી નથી. ટ્રમ્પે જણાવ્યું હતં કે હમઝા બિન લાદેનના મોતથી માત્ર પ્રદેશમાં અલ-કાયદાનું મહત્ત્વ જ નહીં ઘટે પરંતુ જૂથની મહત્વપૂર્ણ આતંકી પ્રવૃત્તિઓ પણ અટકશે. હમઝા અલ-કાયદામાં તેના પિતાનું પ્રતિકાત્મક જોડાણ ધરાવતો હતો.
ટ્રમ્પે ઉમેર્યું હતું કે હમઝા અફઘાનિસ્તાન અને પાકિસ્તાની સરહદે અલગ અલગ આતંકી જૂથો સાથે મળીને અનેક આતંકી હુમલાઓના કાવતરાં ઘડવામાં સંડોવાયેલો હતો. હમઝાનું છેલ્લું જાહેર નિવેદન અલ-કાયદાની મીડિયા પાંખ દ્વારા વર્ષ 2018માં જાહેર કરાયું હતું.આ સંદેશમાં તેણે સાઉદી અરબને ધમકી આપી હતી અને અરબી દ્વિપકલ્પના લોકોને બળવો કરવા ઉશ્કેર્યા હતા.
સાઉદી અરબે આ વર્ષે માર્ચ મહિનામાં તેનું નાગરિકત્વ રદ કર્યું હતું. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ હમઝાની વય 30 વર્ષથી વધુ નહીં હોય અને તેનું મોત જુલાઈના અંત આૃથવા ઓગસ્ટની શરૂઆતમાં થયું હશે. તે સમયે ટ્રમ્પે હમઝાની મોતના અહેવાલોને પુષ્ટી આપવાનો ઈનકાર કર્યો હતો.
હમઝાના મોતમાં અમેરિકાની કોઈ ભૂમિકા હતી કે કેમ તેવા સવાલના જવાબમાં 1લી ઓગસ્ટે ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં કહ્યું હતું કે તેઓ હમઝાના મોત અંગે ટીપ્પણી કરી શકે તેમ નથી. પરંતુ તે અમેરિકા માટે ખૂબ જ જોખમી હતો. તેણે અમેરિકા વિરૂદ્ધ અનેક વખત અશોભનીય નિવેદનો કર્યા હતા.
હમઝા બિન લાદેનનો પિતા ઓસામા બિન લાદેન વર્ષ 2011માં પાકિસ્તાનના અબોટાબાદ શહેરમાં યુએસ નેવી સીલના હાથે માર્યો ગયો હતો. આ વર્ષની શરૂઆતમાં અમેરિકન વિદેશ વિભાગે હમઝાને અલ-કાયદામાં એક 'ઊભરતો' આતંકી ગણાવ્યો હતો અને તેની માહિતી આપનારને લાખો ડોલરના વળતરની જાહેરાત કરી હતી.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LywNLD
via Latest Gujarati News
0 Comments