
શ્રીનગર, તા. 14 સપ્ટેમ્બર, 2019, શનિવાર
પાકિસ્તાન દ્વારા સરહદે ભારેથી અતી ભારે ગોળીબાર કરવામાં આવ્યો હતો. ખાસ કરીને ભારતના સરહદી વિસ્તારોમાં જે શાળાઓ આવેલી છે તેને નિશાન બનાવીને કાયર પાકિસ્તાને બાળકોને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
અહીંના પૂંચ અને બાલાકોટ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા થયેલા ગોળીબારમાં શાળાઓને બાનમાં લેવામાં આવી હતી, જેને પગલે આશરે 55 જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં ફસાયા હતા.
પોલીસ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે બાલાકોટમાં વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતા. જોકે તે જ સમયે પાકિસ્તાન દ્વારા સરહદે ભારે તોપમારો કરવામાં આવ્યો હતો, શાળા સરહદની નજીક હોવાથી આ વિદ્યાર્થીઓ માટે બહાર નિકળવું મુશ્કેલ હતું તેથી તેઓ અહીં જ ફસાય રહ્યા હતા.
બાદમાં જોકે ગોળીબાર શાંત થતા ફસાયેલા વિદ્યાર્થીઓને યોગ્ય સૃથળે ખસેડવામાં આવ્યા હતા. આ જ પ્રકારની ઘટના બાલાકોટ અને આસપાસના અન્ય વિસ્તારોમાં પણ સામે આવી હતી. આ ઉપરાંત બાલાકોટમાં અનેક વાહનો અને પશુઓને પણ આ ગોળીબારથી ભારે નુકસાન થયું હતું.
પાકિસ્તાન દ્વારા પૂંચ અને બાલાકોટમાં થયેલા આ ગોળીબારમાં આશરે 40થી 50 ગામડાઓને ભારેથી અતી ભારે નુકસાન થયું છે. 50 કિમી વિસ્તારમાં પાકિસ્તાની સૈન્યએ ગોળીબાર કરીને આતંક મચાવ્યો હતો.
કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કરવામાં આવી તે બાદ સિૃથતિ વધુ તંગદીલ બની ગઇ છે, પાકિસ્તાન કોઇ પણ સંજોગોમાં આ મામલાને આંતરરાષ્ટ્રીય સ્તરે ચગાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું પણ તેને જોઇએ તેટલી સફળતા ન મળી તેથી હવે સરહદે ગોળીબાર કરવાનું શરૂ કરી દીધુ છે. બીજી તરફ કાશ્મીરમાં આર્ટિકલ 370 નાબૂદ કરી તેને 41 દિવસ વિત્યા, શનિવારે પણ અનેક વિસ્તારોમાં કરફ્યૂ જારી રખાયો હતો. થોડા દિવસ પહેલા પીડીપી નેતાના પીએસઓની રાઇફલ ઝૂંટવીને આતંકીઓ નાસી છૂટયા હતા.
આ ઘટના બાદ સૈન્ય દ્વારા અનેક વિસ્તારોમાં કરફ્યૂ લાગુ કરી દેવાયો હતો અને તપાસ અભિયાન જારી કરાયું હતું. જોકે હવે આ કરફ્યૂને હટાવી લેવામાં આવ્યો છે, બીજી તરફ આતંકીઓની શોધખોળ હજુ પણ જારી છે. ત્રણેય આતંકીઓ જૈશ-એ-મોહમ્મદના હતા અને પીએસઓની એકે-47 રાઇફલ લઇને નાસી છુટયા હતા.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NgVmyU
via Latest Gujarati News
0 Comments