દુબઇમાં પાંચ વર્ષના બાળક સાથે અડપલા કરનાર ભારતીયને છ મહિનાની જેલ


(પીટીઆઇ) દુબઇ, તા. 14 સપ્ટેમ્બર, 2019, શનિવાર

એક સાથે એક જ મકાનામાં રહેતા પાંચ વર્ષના બાળક સાથે સૃષ્ટી વિરૂધૃધનું કૃત્ય કરનાર 33 વર્ષના એક ભારતીય પુરૂષને  યુએઇમાં છ મહિનાની જેલની સજા ફટકરવામાં આવી હતી અને સજા પછી તેને દુબઇમાંથી કાઢી મૂકવામાં આવશે. વણ ઓળખાયેલા પુરૂષે  બુર દુબઇમાં જૂન મહિનામાં બાળકને પાછળથી આવી તેના શરીરને અયોગ્ય રીતે સ્પર્ષ કર્યો હતો, એમ પિડીતના 24 વર્ષના મામાએ કહ્યું હતું.

 દુબઇની કોર્ટમાં બાળક સાથે આવી રીતે અડપલા કરવા બદલ જેલની સજા અને પછી દુબઇમાંથી કાઢી મૂકવાનો આ પ્રથમ જ કેસ હતો. ભારતીય બાળકે કોર્ટમાં કહ્યું હતું કે તે વિલામાં રમી રહ્યો હતો ત્યારે પુરૂષે ત્યાં આવી પાછળના ભાગે અયોગ્ય જગ્યાએ સ્પર્ષ કર્યો હતો.

'મારા મામા આવી પહોંચતા તેને ધક્કો મારીને દૂર કર્યો હતો'એમ તેણે કહ્યું હતું. બાળકના મામાએ કહ્યું હતું કે તેની બહેને ભાણીયાને ઘરે બોલાવી લાવવા કહેતા તે બહાર ગયો હતો, પરંતુ પિડીતે થોડો વધુ સમય રમવા માટે જીદ કરી હતી.

'ત્યાર પછી હું ફોનમાં વ્યસ્ત થઇ ગયો હતો. પરંતુ જ્યારે ફ્રી થયો તો જોયું કે પુરૂષ મારા ભાણીયાને પાછળથી ચોંટીને ગંદી હરકત કરતો હતો અને ફોન પર રેકોર્ડિંગ પણ કરતો હતો'એમ બાળકના મામાએ કહ્યું હતું. ત્યાર પછી એ પુરૂષ ભાગી ગયો હતો. પોલીસને જાણ કરાઇ હતી. અંતે એક જગ્યાએથી તેને પકડી પાડયો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZSK2yP
via Latest Gujarati News

Post a Comment

0 Comments