'જે દ્રાક્ષ મળે નહીં તેને ખાટી કહેવાની NCP રીત જ છે' મુખ્ય પ્રધાન


મુંબઈ તા.15 સપ્ટેમ્બર 2019, રવિવાર

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મહાજનાદેશ યાત્રા શનિવારે મોડી સાંજે પુણે પહોંચી હતી. ત્યાર બાદ આજે સવારે ફડણવીસે પત્રકાર પરિષદ યોજી હતી. આ સમયે તેમણે સરકારે કરેલા કાર્યોની માહિતી આપવાની સાથે જ એનસીપીના અધ્યક્ષ શરદ પવારની ફરીથી ટીકા કરી હતી. એનસીપીના કાર્યકરોમાં બળ ભરવા માટે શરદ પવાર સમગ્ર રાજ્યની યાત્રા કરવાના છે તેનું સ્વાગત કરતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે સારી વાત છે કે પવાર રાજ્યની મુલાકાતે નિકળવાના છે.

જે દ્રાક્ષ મળે નહીં તેને ખાટી કહેવાની એનસીપીની રીત જ છે.' શિવસ્વરાજ્ય યાત્રા ઉધ્યનરાજે દ્વારા કાઢવામાં આવે તેવી એનસીપી ઇચ્છા હતી. પણ ઉદયનરાજે ભાજપમાં આવી ગયા જેનો અમને આનંદ છે. મોટા મોટા નેતાઓ ભાજપમાં પ્રવેશી રહ્યા છે તે સારું લક્ષણ છે તેવું જણાવી આગામી પેટાચૂંટણીમાં ઉદયનરાજે ફરીથી લોકસભામાં ચૂંટાઈ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

બારામતીમાં મુખ્ય પ્રધાનની યાત્રા માટે વૃક્ષો કાપવા બાબતે વાદવિવાદ થયો હતો તે બાબતે સ્પષ્ટતા કરતા ફડણવીસે જણાવ્યું હતું કે એક પણ વૃક્ષ કાપવામાં આવ્યું હશે તો કાર્યવાહી કરવામાં આવશે. વૃક્ષોની કતલ અમને કોઈ પણ રીતે મંજૂર નથી. આરેમાં મેટ્રોના કારશેડ માટે વિરોધ કરતી ૧૩ હજાર રજૂઆત થઈ છે જેમાં મોટાભાગની ઓનલાઇન રજૂઆત બેંગલુરુથી થઈ છે.

તેથી આદિત્ય ઠાકરેએ વિરોધ કરનારાઓના મનમાં શું આશય છે તેનો વિચાર કરવો તેવી શીખ પણ આવી હતી. સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યા છે તેને આધીન રહીને અમે કામ કરીએ છીએ. આરેએ વનજમીન નથી. આરે સરકારી જમીન છે તેવી સ્પષ્ટતા પણ મુખ્ય પ્રધાને કરી હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LLYPSA
via Latest Gujarati News

Post a Comment

0 Comments