
(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા. 13 નવેમ્બર, 2019, ગુરૂવાર
શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના માજી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તેમજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ ઉપર જુઠ્ઠામાનો આરોપ કર્યો અને ભારતીય જનતા પાર્ટી સામે મહાયુતિ તરીકે વિધાનસભા ચૂંટણી લડી હોવા છતા અને મહાયુતિને જનાદેશ મળ્યો હોવા છતા બંને કોંગ્રેસ સાથે 'મહાશિવ આઘાડી' 'મહાસેના આઘાડી'ની સરકાર રચવાની તૈયારી કરી.
સોનિયા ગાંધી, શરદ પવાર આ બન્ને ટોચના નેતાઓ તેમજ આજે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બાળાસાહેબ થોરાત સાથે આજે 55 મિનિટ ચર્ચા કરી. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે બધી વાતનો સ્પષ્ટ ખુલાસો કરીને શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના આરોપ ફગાવીને પ્રહાર કર્યા.
બંધ બારણામાં થયેલી ચર્ચા જાહેર કરવાની અમારી પાર્ટીની સંસ્કૃતિ નથી. શિવસેના સાથે મહાય.ુતિ હતી અને બધી રેલીઓમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મેં પોતે અને દેવેન્દ્ર ફડણવીસે આશરે 100 રેલીઓમાં મહાયુતિની સરકાર મહારાષ્ટ્રમાં આવશે અને દેવેન્દ્ર ફડણવીસ જ મુખ્ય પ્રધાન બનશે એવી ચોખવટ કરવામાં આવી પણ ત્યારે કોઇએ પણ વાંધો ઉઠાવ્યો ના હતો, એવી સ્પષ્ટતા આજે અમિત શાહે એક વિગતવાર ઇન્ટરવ્યુંમાં કરી.
શિવસેના નવી નવી માંગણીઓ આગળ કરી રહી છે એટલે એ માન્ય કરવી શક્ય નથી, આગળ વિચારીશું પણ રાજ્યપાલશ્રીએ સમય આપ્યો નહીં. એ આરોપ સાચો નથી.
રાજ્યપાલશ્રીએ 6 મહિનાનો મય આપ્યો છે. બહુમતિ પૂરવાર કરો અને સરકાર બનાવો, અમને કશો વાંધો નથી, એવું પણ અમિત શાહે કહેતા રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને પડખે ઉભા રહ્યા હોવાનું દાખવી દીધું.
એનસીપીનો દાવો નિષ્ફળ થતા રાજ્યપાલની ભલામણ : ગઇકાલે રાતના 8.30 વાગ્યા સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંગ કોશિયારી તરફથી એનસીપીના વિધાનમંડળ દળ નેતા અજીતપવારને સરકારનો દાવો કરવામાં સમય આપવામાં આવ્યો હતો.
પણ તેમના તરફથી કાલે સવારે 11.30થી બપોરે બાર વાગ્યા સુધી એનસીપીએ રાજ્યપાલશ્રીને અમે બહુમતિ પુરવાર કરી શકતા નથી, એવો પત્ર મોકલ્યો. ત્યાર બાદ જ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ કેન્દ્ર પાસે ભલામણ કરી અને કેન્દ્ર સરકારે પ્રધાનમંડળની તાકિદની બેઠક બોલાવીને રાષ્ટ્રપતિ વહિવટ પ્રત્યેની ભલામણ કરવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો.
રાષ્ટ્રપતિ શાસન/ વહિવટ લાદવાથી નુકસાન ભારતીય જનતા પાર્ટીનું થયું છે. દેવેન્દ્ર ફડણવીસ અમારા કેઅર ટેકર ચીફ મિનિસ્ટર હતા. રાષ્ટ્રપતિ વહિવટના કારણે આ અધિકારો અમારા ચાલ્યા ગયા છે. શિવસેનાને સમય ઓછો મળ્યો હોવાનો તેમનો આક્ષેપ સાચો નથી. રાજ્યપાલશ્રીએ એમનું કામ કર્યું છે અને તમે બહુમતિ હશે તો પૂરવાર કરો અને સરકાર બનાવો.
કોંગ્રેસના કાનૂની નિષ્ણાત નેતા કપિલ સિમ્બલે જે દાવો કર્યો છે એમાં ઉઠાવેલા મુદ્દા માત્ર બચકાના છે. એમાં કોઇ જાતનો અર્થ નથી, એમ કહીને અમિત શાહે શિવસેનાના સુપ્રીમ કોર્ટના વકિલ કપિલ સિમ્બલની પણ ટીકા કરી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32FzRuI
via Latest Gujarati News
0 Comments