રિલાયન્સ ઇન્ફ્રાએ રૂપિયા1250 કરોડનો કેસ જીત્યો : આવતા વર્ષે બોજમૂક્ત બનશે


મુંબઇ, તા. 23 ડિસેમ્બર, 2019, સોમવાર

રિલાયન્સ ઇનેફ્રાસ્ટ્રકચરે દામોદર વેલી કોર્પોરેશન વિરૂધૃધનો રૂપિયા 1250 કરોડનો કેસ જીતી લીધો હતો. આર્બિટ્રશન દ્વારા રિલાયન્સને જીત મળી હતી. અનિલ અંબાણીની કંપનીના એક અિધકારીએ કહ્યું હતું કે હવે તેઓ આ રકમથી કંપની પરનો નાણાકીય બોજ હળવો કરી શકશે. કંપનીનું માનવું હતું કે આગામી વર્ષે કંપની દેવાથી મૂક્ત બની જશે.

એક નિવેદનમાં કંપનીએ કહ્યું હતું કે આર્બીટ્રશન ટ્રાઇબ્યુનલનો ચૂકાદો કંપનીની તરફેણમાં આવતા હવે એ વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે અમે સાચા હતા.ેદશની બાંધકામ અને એન્જીનીયરિંગ કંપનીઓને તેમની બાકીની રકમ સમયસર મળવી જ જોઇએ.

જો તેમને યોગ્ય સમયે પૈસા મળી જશે તો તેઓ નવા પ્રોજેક્ટ પર કામ કરશે અને તેમને વર્કિંગ કેપિટલ મેળવવામાં મુશ્કેલી નહી પડે, એમ કંપનીએ કહ્યું હતું. આ કેસ પશ્ચિમ બંગાળમાં આવેલા ડીવીસીની 1200 મેગાવોટનું ઉત્પાદન કરતી રઘુનાથ થર્મલ પાવર પ્રોજેક્ટ  સાથે સબંધ ધરાવે છે જ્યાંથી રિલાયન્સને 1250 કરોડ લેવાના હતા.

આ પ્રોજેક્ટની કોન્ટ્રક્ટ વેલ્યુ 3750 કરોડ હતી. રિલાયન્સે ત્યાં બાંધકામ અને એન્જીનીયરિંગની કામગીરી કરી હતી. રિલાયન્સે કહ્યું હતું કે ત્રણ સભ્યોની ટ્રાબ્યુનલે કહ્યું હતું કે ડીવીસીના વિવિધ દાવાઓ માટે 898 કરોડની ચૂકવણી કરવાની હતી. ચાર સપ્તાહમાં રૂપિયા 356 કરોડની બેન્ક ગેરન્ટી પણ આપવાની હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EOIkCg
via Latest Gujarati News

Post a Comment

0 Comments