
નવી દિલ્હી, તા. 23 ડિસેમ્બર, 2019, સોમવાર
કોઇ કારણોસર ઇન્ટેરનેટ બંધ થાય ત્યારે વાચ કરી શકાય તે માટે લોકોએ વાતચીત માટે ઓફલાઈન મેસેજિંગ એપ્સનો વિકલ્પ શોધી લીધો છે. ઓફલાઈન મેસેજિંગ એપ્સની લોકપ્રિયતા દેશમાં વધી ગઈ છે. બ્રિજફી, ફાયરચેટ જેવી એપ્સ ઓફલાઈન મેસેજની સુવિધા આપે છે.
એ એપ્સના યુઝ માટે ઈન્ટરનેટની જરૂર પડતી નથી. એટલે દેશમાં આ એપ્સનો વપરાશ વધી ગયો છે. ગૂગલ પ્લેસ્ટોર અને એપલમાં ઉપલબૃધ આ એપ્સ ડાઉનલોડ કરનારાની સંખ્યા વધી ગઈ છે. બ્લુટૂથની મદદથી પણ સેટઅપ થઈ શકતું હોવાથી એપ્સની આપ-લે કરીને લોકો આ એપના માધ્યમથી ચેટ કરી રહ્યા છે.
આવી એપ્સ ત્રણ રીતે કામ કરે છે. જેમ કે બ્રિજફી બ્લૂટૂથ કનેક્ટિવિટીથી મેસેજની આપ-લે કરવાની છૂટ આપે છે. 330 ફૂટના વિસ્તારમાં બ્લુટૂથની મદદથી ટેક્સ્ટ મેસેજ મોકલી શકાય છે. લાંબાં અંતરે ટેક્સ્ટ મેસેજ કરવા માટે બ્રિજફી એક પ્રાઈવેટ વેબનેટવર્કનો ઉપયોગ કરે છે. બીજો એક રસ્તો બ્રોડકાસ્ટનો હોય છે. જેના માધ્યમથી એપ યુઝર્સ ટેક્સ્ટ મેસેજ કરી શકે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/396wfWV
via Latest Gujarati News
0 Comments