
મુંબઇ,તા. 24 ડિસેમ્બર 2019, મંગળવાર
મિસ વર્લ્ડ માનુષી છિલ્લર જલદી જ અક્ષય કુમાર સાથે રૂપેરી પડદે જોડી જમાવવાની છે. ફિલ્મ 'પૃથ્વીરાજ'માં તે સંયોગિતાના પાત્રમાં જોવા મળશે. માનુષી પોતાની ફિટનેસ અને લુક્સને લઇને ચર્ચામાં રહે છે. પશુઓ માટે કામ કરનારી સંસ્થા પેટાએ માનુષીને 'મોસ્ટ સેક્સીએસ્ટ વેજીટેરિયન' ખિતાબથી નવાજીવામાં આવી છે. માનુષીએ બે વરસ પહેલા મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો. માનુષી શરૂઆતથી જ શાકાહારી છે.
'' મારા માટે શાકાહારી હોવું એ નવું નથી. મારા માતા-પિતા પણ શાકાહારી જ છે. શાકાહારને વિકલ્પ તરીક ેપસંદ કર્યા પછી મને કદી મારી જિંદગીમાં કોઇ ખાવા-પીવામાં કમી અનુભવી નથી. હું શરૂઆતથી જ શાકાહારી છું. મને મારી આ આદતમાં બદલાવ લાવવાની કદી કોઇ આવશ્યકતા લાગી નથી,'' તેમ માનુષીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું.
માનુષીનું માનવું છે કે, શાકાહારી રહેવાના ઘણા ફાયદા છે. શાકાહારી ભોજન પોષ્ટિક હોય છે. તેનાથી કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશરને અંકુશમાં રાખી શકાય છે. શાકાહારી હોવાનો મને ગર્વ અને આનંદ બન્ને છે.
ઉલ્લેખનીય છે કે, માનુષી યશરાજની ફિલ્મ ' પૃથ્વીરાજ'થી બોલીવૂડમા ડેબ્યુ કરવાની છે. આ ફિલ્મમાં તે અક્ષય કુમાર અન ેરાણી મુખર્જી સાથે કામ કરશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/372owY4
via Latest Gujarati News
0 Comments