સિદ્ધાંત ચતુર્વેદી આગામી ફિલ્મમાં કેટરિના સાથે જોડી જમાવશે


મુંબઇ,તા. 24 ડિસેમ્બર 2019, મંગળવાર

'ગલી બોય'થી સિદ્ધાંત ચતુર્વેદીએ અપાર  લોકપ્રિયતા હાંસિલ કરી છે. આ બાદ તેને બોલીવૂડના માંધાતાઓની ફિલ્મો ઓફર થઇ રહી છે. તાજા સમાચાર અનુસાર તેને કેટરિના કૈફ સાથેની ફિલ્મમાં કામ કરવાની તક મળવાની છે. 

સૂત્રના જણાવ્યા અનુસાર, સિદ્ધાંત ચતુર્વેદીએ જ આ વાતની જાણકારી આપી છે. તેણે જણાવ્યુ ંહતું કે, હું અને કેટરિના એક હોરર કોમેડી ફિલ્મનો હિસ્સો બનવાના છીએ. 

જોકે આ ફિલ્મ વિશે વધુ કોઇ જાણકારી મળી નથી. માત્ર એટલી જાણકારી છે કે, આ ફિલ્મનું શૂટિંગ આવતા વરસે શરૂ થશે.

થોડા દિવસો પહેલા વાત હતી કે, કેટરિના કૈફ ઇશાન ખત્તર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે એક એકશન ફિલ્મમાં કામ કરવાની છે.  

સિદ્ધાંત 'બંટી ઔર બબલી'માં પણ સરર્વરી સાથે જોવા મળવાનો છે. ઉપરાંત તે શકુન બત્રાની ફિલ્મમાં પણ જોવા મળશે. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MqnbTi
via Latest Gujarati News

Post a Comment

0 Comments