અમિતાભ બચ્ચનને 29મી ડિસેમ્બરે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત કરાશે


મુંબઇ,તા. 24 ડિસેમ્બર 2019, મંગળવાર

હાલમા  જ  નેશનલ એવોર્ડ  સમ્માનથી કલાકારોને  નવાજવામાં  આવ્યા હતા.જેમા  અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત કરવાના હતા. પરંતુ તેઓ તાવથી પીડાતા  હોવાથી  સફર કરવાની સ્થિતિમાં ન હોવાને કારણે  આ એવોર્ડ  સમારહમાં હાજરી આપી શક્યા નહીં. હવે  સૂચના  અને પ્રસારણ  મંત્રી પ્રકાશ જાવડેકરે   તેમને આ માન  ૨૯મી ડિસેમ્બરે  આપવાની ઘોષણા કરી છે. 

સૂચના એવં પ્રસારણ મંત્રી પ્રકાશ જાવેડકરે જણાવ્યુ હતુ કે, '' પીઢ  અભિનેતાઅમિતાભ  બચ્ચન અસ્વસ્થ હોવાથી સોમવારે રાષ્ટ્રીય  ફિલ્મ પુરસ્કાર સમારોહમાં હાજરી આપવામાં અસમર્થ હતા. પરિણામે તેમને દાદા સાહેબ ફાળક એેવોર્ડથી ૨૯મી ડિસેમ્બરે સમ્માનિત કરવામાં આવશે. ''

જાવડેકરે વધુમાં જણાવ્યું હતું કે, '' બચ્ચનને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૯ ડિસેમ્બરે  એક સંક્ષિપ્ત સમારોહમાં  દાદા સાહેબ ફાળકે પુરસ્કાર પ્રદાન કરશે. સાલ ૨૦૧૮ના દાદા સાહેબ  ફાલકે સમ્માન  ફિલ્મ ઉદ્યોગમાં  ઉલ્લેખનીય  યોગદાન  માટે ૭૭ વર્ષીય  અમિતાભ બચ્ચનને આપવામાં આવવાનો હતો. પરંતુ તેઓ અસ્વસ્થ હોવાને કારણે હાજ ર રહી શક્યા નહોતા. 

સૂચના એવં પ્રસારણ મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રપતિ રાજધાનીથી બહાર હોવાથી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતાઓનું સમ્માન ૨૯મી ડિસેમ્બરના રાષ્ટ્રપતિ ભવનમાં  એક સમારોહ યોજીને કરશે. આ દરમિયાન  બચ્ચનને  પણ સમ્માનિત કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે, બચ્ચને રવિવારે ટ્વિટ  કરીને બીમાર હોવાથી સમ્માન ગ્રહણ કરવા દિલ્હી પહોંચવામા  અસમર્થતા દાખવી  હતી. તેમણે ટ્વીટ કર્યું હતુ કે, તાવથી પીડાઇ રહ્યો છું...સફર કરવાની પરવાનગી મળી નથી... દિલ્હીમાં કાલે રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં સામેલ ન થઇ શકવાનું દુર્ભાગ્ય ...મને બહુ અફસોસ છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZjrIMw
via Latest Gujarati News

Post a Comment

0 Comments