
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 24 જાન્યુઆરી, 2020, શુક્રવાર
આવકવેરા વિભાગે લલિત હોટેલ નામે ચાલતી હોટેલ ચેઇનના માલિક ભારત હોટેલ ગુ્રપના સંકુલોમાં દરોડા પાડી 1000 કરોડ રૂપિયાની જાહેર ન કરેલી વિદેશી સંપત્તિ શોધી કાઢી છે. સીબીડીટીના અહેવાલ અનુસાર આ બિઝનેસ જૂથે વિદેશમાં કાળું નાણું છુપાવ્યા હોવાના પણ પુરાવા મળ્યા છે.
દરોડા પાડવામાં આવ્યા પછી આવકવેરા વિભાગ માટે નીતિ ઘડતી સંસ્થા સીબીડીટીએ જારી કરેલા નિવેદનમાં કોઇના પણ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો કે સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યોત્સના સુરીના નેતૃત્ત્વવાળા ભારત હોટેલ જૂથના 13 સંકુલોમાં દરોડા પાડવામાં આવ્યા છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ(સીબીડીટી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે દરોડા સફળ રહ્યાં છે અને તપાસ દરમિયાન 1000 કરોડ રૂપિયાથી વધુની જાહેર ન કરેલી વિદેશી સંપત્તિઓનો પત્તો લાગ્યો છે. આ ઉપરાંત દેશમાં પણ 35 કરોડ રૂપિયાની કચોરી પકડી પાડવામાં આવી છે.
નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે જાહેર ન કરેલી વિદેશી મિલકતોમાં બ્રિટનમાં એક હોટેલ, સ્થાયી મિલકતો, યુએઇમાં સ્થાયી મિલકતો તથા વિદેશી બેંકોમાં ડિપોઝીટનો સમાવેશ થાય છે.
સીબીડીટીના જણાવ્યા અનુસાર આ જૂથ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝમાં પ્રમુખ સભ્ય છ. આ જૂથ ભારતમાં વિવિધ સ્થળોએ વૈભવી હોટેલોની ચેઇન અને વિદેશમાં એક હોટેમલ ચલાવે છે. દરોડા દરમિયાન અત્યાર સુધીમાં 71.5 લાખ રૂપિયા રોકડ સહિત કુલ 24.93 કરોડ રૂપિયાની જાહેર ન કરેલી સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે.
આવકવેરા વિભાગે 19 જાન્યુઆરીથી દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં ભારત હોટેલ જૂથ, સુરી અને અન્યના 13 સંકુલોમાં દરોડા પાડવાનુૅ શરૂ કર્યુ હતું. જ્યોત્સના સુરી 1989થી ભારત હોટેલ જૂથ સાથે સંકળાયેલા છે. 2006માં તેમના પતિ લલિત સુરીના અવસાન પછી જ્યોત્સના સુરી જૂથના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર(સીએમડી) છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GnyI26
via Latest Gujarati News
0 Comments