
આતંકી હુમલા પાછળ ઇરાન સમર્થક હુથી સંગઠનોનો હાથ, બદલો લેવામાં આવશે : યમન પ્રમુખ
સાના, તા. 20 જાન્યુઆરી, 2020, સોમવાર
યમનમાં થયેલા મિસાઇલ અને ડ્રોન હુમલામાં 100થી વધુ લોકો માર્યા ગયા છે જ્યારે અનેક લોકો ઘવાયા છે. આ હુમલો યમનમાં શીયા મુસ્લિમોના બળવો કરનારા હુથી સંગઠન દ્વારા કરવામાં આવ્યો હતો.
સૃથાનિક સૈન્ય દ્વારા જારી માહિતી અનુસાર અહીંના મરાબીમાં આવેલી મસ્જિદમાં મિસાઇલો દાગવામાં આવી હતી, જેમાં સૃથળ પર જ 100 લોકો માર્યા ગયા હતા જ્યારે ઇજાગ્રસ્તોને સૃથાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જે વિસ્તારમાં હુમલો કરાયો તેને યમન સૈન્ય કેમ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે.
યમનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતંુ કે અમે આ હુમલાને વખોડી રહ્યા છીએ, સૈન્યએ જણાવ્યું હતું કે જે લોકો માર્યા ગયા છે તેમાં સૈન્ય અને આમ નાગરિકો બન્નેનો સમાવેશ થાય છે. ઘવાયેલાને અહીંના મરાબીના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોની સંખ્યા 160થી વધુ છે અને તેમાં અનેકની સિૃથતિ ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.
જોકે આ હુમલાની જવાબદારી હજુસુધી કોઇ હુથી સંગઠન દ્વારા નથી લેવામાં આવી પણ મોટા ભાગને યમનમાં હુથી સંગઠનો દ્વારા જ હુમલા થઇ રહ્યા છે. બે મહિના પહેલા જ હુથી સંગઠનોએ સાઉદી અરેબિયાની સૌથી મોટી ઓઇલ કંપની પર રોકેટ ફેક્યા હતા જેમાં કરોડોનું નુકસાન કર્યું હતું.
જોકે માત્ર સાઉદી અરેબિયા જ નહીં હુથી સંગઠનોની દુશ્મની યમન સરકાર અને સૈન્ય સાથે પણ છે. આ હુમલો એવા સમયે આવ્યો છે જ્યારે યમન સરકારે હુથી સંગઠનના બળવાખોરો પર હુમલા કરવાનું શરૂ કરી દીધુ છે અને શોધી શોધીને મારવાનો આદેશ આપ્યો છે.
યમનના પ્રમુખ અબેદરબ્બો મનસોેરે કહ્યું હતું કે આતંકીઓએ અતી કાયરતા પૂર્વક નિર્દોશ લોકોની હત્યા કરી છે. યમને આ હુમલા માટે ઇરાન પર પણ આરોપો લગાવ્યા હતા અને દાવો કર્યો હતો કે હુથી સંગઠનને ઇરાન દ્વારા સમર્થન મળી રહ્યું છે. સાથે તેમણે દાવો કર્યો હતો કે આ પ્રકારના હુમલા યમનના વિકાસને અટકાવી રહ્યા છે.
એવા અહેવાલો છે કે માર્યા ગયેલામાં 80થી વધુ સૈનિકો છે કેમ કે સૈન્ય કેમ્પમાં આવેલી મસ્જિદને નિશાન બનાવી આ હુમલો કરાયો હતો. જ્યારે હુમલો થયો ત્યારે યમનના સૈનિકો અહીં આવેલી મસ્જિદમાં પ્રાર્થના કરી રહ્યા હતા. યમનમાં ઘણા સમયથી ગૃહ યુદ્ધની સિૃથતિ છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2tFnVh9
via Latest Gujarati News
0 Comments