
(પીટીઆઈ) લંડન, તા. 20 જાન્યુઆરી, 2020, સોમવાર
પ્રિન્સ હેરીએ શાહી પરિવારથી દૂર થવાની ઔપચારિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા બાદ સમગ્ર ઘટનાક્રમ અંગે દુખ વ્યક્ત કર્યું હતું અને તેમના પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો બચ્યો તેમ જણાવ્યું હતું.
આગામી માર્ચ મહીનાથી અમલમાં આવનારી ઐતિહાસિક સમજૂતી અંતર્ગત પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગને શાહી ઉપાિધ 'હિજ/હર રોયલ હાઇનેસ' છોડવી પડશે અને તેઓ કોઈ દેશમાં મહારાણી એલિઝાબેથના પ્રતિનિિધ નહીં બની શકે.
પોતે અને મેગન ભાગી નથી રહ્યા તેવું સ્પષ્ટ કરતા હેરીએ જણાવ્યું કે, 'મેં અહીં જન્મ લીધો છે અને પોતાના દેશ, મહારાણીને પોતાની સેવા આપવી ગર્વની વાત છે. બ્રિટન મારા ઘર સમાન છે, આ જગ્યાથી મને પ્રેમ છે જે કદી નહીં બદલાય.'
હેરીએ જણાવ્યું કે તેઓ અને મેગન લગ્ન સમયે પોતાની સેવા આપી શકશે તેને લઈ ખૂબ જ ઉત્સાહિત અને આશાસ્પદ હતા પરંતુ જે કારણોને લઈ સિૃથતિ આ હદે પહોંચી તેને લઈ તેઓ ખૂબ જ દુખી છે.
હેરીને પોતે મહારાણી, કોમનવેલૃથ અને પોતાના સૈન્ય સંઘને સેવાઓ આપવાનું ચાલું રાખી શકશે તેવી આશા હતી પરંતુ સાર્વજનિક કોષ વગર તે અશક્ય છે. જો કે, તેમણે પોતે જે છે અને જેના માટે પ્રતિબદ્ધ છે તે નહીં બદલાય તેનો સ્વીકાર કરવા સાથે આ નિર્ણય માટે હિંમત આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
તેઓ પહેલેથી જ પબ્લિક ફંડ પર ચાલતી આલિશાન જિંદગી છોડવા માંગતા હતા પરંતુ પોતાને મળેલી સૈન્ય ઉપાિધઓ અને અફઘાનિસ્તાનમાં બ્રિટિશ સૈનિકો સાથે કામ કરીને મળેલું સમર્થન ગુમાવવાથી તેમને દુખ થયું છે. 'મેક્ગિટ' નામની આ સમજૂતી અંતર્ગત હેરી અને મેગન શાહી પરિવારના વરિષ્ઠ સદસ્યના પદથી દૂર થઈ રહ્યા છે અને તેઓ ફોર્જમોર કોટેજના રિનોવેશન માટે વાપરેલા 24 લાખ પાઉન્ડ(22 કરોડ રૂપિયા) પરત કરી દેશે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2v8usBn
via Latest Gujarati News
0 Comments