
ઇસ્લામાબાદ, તા. 20 જાન્યુઆરી, 2020, સોમવાર
પાકિસ્તાને પહેલા આતંકીઓને ખુલ્લેઆમ સમર્થન આપ્યું અને ભારત જેવા અનેક દેશોમાં હુમલા પણ કરાવ્યા. હવે જ્યારે તેના પર આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ આવ્યું છે ત્યારે અમેરિકાની પાસે મદદની ભીખ માગી છે. પાકિસ્તાનને એફએટીએફ દ્વારા ગ્રે લિસ્ટમાં મુકી દેવાયું છે, જેમાંથી બહાર કાઢવા માટે હવે તેણે અમેરિકાની સમક્ષ આજીજી કરી છે.
મંગળવારે જ પેઇચિંગમાં ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની બેઠક યોજાવા જઇ રહી છે તે પહેલા જ પાકિસ્તાન ભીસમાં આવી ગયું છે અને હવે પોતાના સમર્થન માટે અન્ય દેશોની સમક્ષ હાથ ફેલાવવાનું શરૂ કરી દીધુ છે. જો એપ્રીલ મહિના સુધીમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવામાં ન આવ્યું તો તેને ભવિષ્યમાં બ્લેક લિસ્ટમાં મુકી દેવામાં આવશે.
આતંકીઓને મદદ કરવી, આતંકી સંગઠનો ખુલ્લેઆમ પાકિસ્તાનમાં નાણા ઉઘરાવી રહ્યા છે. આ બધી જ માહિતી સામે આવ્યા બાદ એફએટીએફએ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુકી દીધુ હતું. હવે જો તેણે બ્લેક લિસ્ટથી બચવું હોય તો પહેલા પોતાને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવું પડશે અને તેના માટે અમેરિકાને મદદ કરવા માટે અપીલ કરવામાં આવી છે.
જો પાકિસ્તાનને બ્લેક લિસ્ટમાં મુકી દેવામાં આવે તો પહેલાથી જ આર્થિક રીતે સકંજામાં આવી ગયેલા પાકિસ્તાનની સ્થિતિ વધુ કથળી શકે છે અને મોટુ નાણાકીય સંકટ ઉભુ થઇ શકે છે. પાકિસ્તાનને ડર છે કે તે એફએટીએફના જે ધારાધોરણો છે તેને પુરા કરવામાં નિષ્ફળ રહી શકે છે તેથી પાણી પહેલા જ પાળ બાંધવાની તૈયારી કરી લીધી છે પણ બહુ જ મોડુ થઇ ચુક્યું છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38rrMgE
via Latest Gujarati News
0 Comments