
(પીટીઆઈ) લંકાવી, તા. 20 જાન્યુઆરી, 2020, સોમવાર
મલેશિયન વડાપ્રધાન મહાતિર મોહમ્મદે તેમનો દેશ પામ તેલની આયાતનો બહિષ્કાર કરવાના ભારતના નિર્ણય વિરૂદ્ધ કોઈ જવાબી કાર્યવાહી નહીં કરે તેવી સ્પષ્ટતા કરી હતી.
મહાતિર મોહમ્મદના કહેવા પ્રમાણે ભારત જેવી વિશાળ આૃર્થવ્યવસૃથા સામે મલેશિયા ન ટકી શકે અને માટે જ જવાબી કાર્યવાહીનો સવાલ જ નથી ઉદ્ભવતો. સાથે જ તેમણે જવાબી કાર્યવાહી કરવા માટે તેમનો પનો ટૂંકો પડે તે વાત સ્વીકારી હતી.
ભારત દ્વારા પામ તેલની આયાતનો બહિષ્કાર કરવામાં આવતા મલેશિયાએ હવે આટલા વિશાળ બજારના નુકસાન સામે અન્ય રસ્તાઓ શોધવા પડશે. ઉલ્લેખનીય છે કે, ભારત વિશ્વમાં ખાદ્ય તેલનું સૌથી મોટું આયાતકાર છે અને મલેશિયા ભારતને ખાદ્ય તેલની સૌથી વધુ નિકાસ કરે છે.
મલેશિયાના વડાપ્રધાને જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ કરવા મામલે અને નાગરિકતા સંશોધન કાયદા મામલે ભારત સરકારની ટીકા કરી હતી જેથી તેના જવાબમાં ભારતે આ મહીનાથી મલેશિયન પામ તેલની આયાત રોકી દીધી હતી.
મલેશિયા વિશ્વમાં પામ તેલનો બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને આ સંજોગોમાં તેના સૌથી મોટા આયાતકાર દ્વારા બહિષ્કાર કરવામાં આવતા મુશ્કેલી સર્જાઈ છે. ભારત છેલ્લા પાંચ વર્ષથી મલેશિયન પામ તેલનું સૌથી મોટું બજાર રહ્યું છે અને ભારત દ્વારા બહિષ્કાર કરવામાં આવતા મલેશિયાએ નવું બજાર શોધવું પડશે.
જો કે, આટલા મોટા પ્રમાણમાં તેલ ખરીદનારૂં કોઈ એક બજાર મળવું લગભગ અશક્ય છે અને આ કારણે જ ગત સપ્તાહે ફ્યુચર માર્કેટમાં બેંચમાર્ક મલેશિયન પામ તેલનો ભાવ 10 ટકા જેટલો ઘટયો હતો જે 11 વર્ષનો સૌથી ઉંચો સાપ્તાહિક લો(નીચું) છે. મલેશિયાએ ઇસ્લામિક ધર્મગુરૂ ઝાકિર નાઇકને શરણ આપેલું છે અને તેના પ્રત્યાર્પણ માટેની ભારતની માંગનો પણ અસ્વીકાર કરેલો જેથી ભારત નારાજ છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vb44qF
via Latest Gujarati News
0 Comments