શોપિયામાં ત્રણ આતંકી ઠાર, એક આતંકી તો પૂર્વ પોલીસ અધિકારી હતો


શ્રીનગર, તા. 20 જાન્યુઆરી, 2020, સોમવાર

જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં સૈન્ય કાર્યવાહીમાં હિઝબુલના ત્રણ ખુંખાર આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. સોમવારે પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે શોપિયાંમાં સૈન્ય દ્વારા તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

જોકે પોલીસ અને સૈન્યની હાજરીની આતંકીઓને જાણકારી મળી જતા સામસામે ગોળીબાર ચાલ્યો હતો. આ દરમિયાન પોલીસ અને સુરક્ષા જવાનોએ આતંકીઓને સરેન્ડર કરવા પણ કહ્યું હતું પણ આતંકીઓને તેના પર ધ્યાન નહોતુ આપ્યું. તેથી અંતે ત્રણેય આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. 

માર્યા ગયેલા ત્રણ આતંકીઓમાંથી એક પોલીસ ઓફિસરનો પણ સમાવેશ થાય છે. આ પોલીસ ઓફિસરનું નામ આદિલ અહમદ છે અને તેણે કાશ્મીરમાં સ્પેશિયલ પોલીસ ઓફિસર તરીકે સેવા આપી હતી પણ બાદમાં 2018માં તે આતંકીઓ સાથે મળી ગયો હતો અને પોતાની સેવા માટે પરત નહોતો આવ્યો.

જ્યારે અન્ય બે આતંકીઓના નામ વસીમ વાની અને જહાનગીર છે. ડીજીપી દીલબાગસિંહે આ આતંકીઓના ઠાર મારવાની જાણકારી આપી હતી, તેમણે કહ્યું હતું કે માર્યા ગયેલા આતંકીઓમાં વાણી હિઝબુલનો ટોચનો કમાન્ડર હતો. તે 19 મોટા કેસોમાં સામેલ હતો જેમાં ચાર નાગરીકો અને પોલીસ કર્મીનો પણ સમાવેશ થાય છે. 

જ્યારે આદિલ નામનો પૂર્વ પોલીસ અિધકારી કે જે આતંકીઓની સાથે મળી ગયો હતો તે પણ 2018માં અનેક હત્યાઓમાં સામેલ હતો. જે પહેલા તેણે પોલીસ ફોર્સ છોડી દીધી હતી. આ સાથે જ શોપિયાં અને અન્ય વિસ્તારો કે જ્યાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓ સક્રિય છે ત્યાં મોટા પાયે ઓપરેશન જારી છે અને આ ગુ્રપને ઘાટીમાંથી હટાવીને જ રહીશું,

આ અભિયાનમા ઘણીખરી સફળતા મળી ચુકી છે. હાલ સૈન્ય લોકોના મનમાંથી આતંકીઓ પ્રત્યેનો જે ડર છે તેને પણ દુર કરવાના પ્રયાસો કરી રહ્યું છે. બીજી તરફ એક પૂર્વ પોલીસકર્મી જ આતંકી બની જતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ પોલીસ કર્મી કોના કોના સંપર્કમાં હતો તેની પણ તપાસ ચાલી રહી છે. 

પુલવામામાં સીઆરપીએફના કેમ્પ ઉપર ગ્રેનેડ હુમલો

જમ્મુ-કાશ્મીરના પુલવામાના નેવા ગામમાં આવેલા સીઆરપીએફના કેમ્પ ઉપર ગ્રેનેડથી હુમલો થયો હતો. પુલવામાના નેવા ગામમાં થયેલા આ ગ્રેનેડ એટેકમાં સીઆરપીએફના જવાનોને કોઈ જ ઈજા પહોંચી નથી. એ સિવાયનું પણ કંઈક નુકસાન થયું નથી. ફરજ પર તૈનાત સુરક્ષા કર્મચારીઓએ જણાવ્યું હતું કે ત્રણ આતંકવાદીઓએ આ હુમલો કર્યો હતો.

સુરક્ષાદળોએ આખા ય વિસ્તારને ઘેરી લીધો હતો અને આતંકવાદીઓ વિરૂદ્ધ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. નેવા ગામથી બહાર નીકળતા બધા જ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા હતા. આ ગ્રેનેડ હુમલાની કોઈ આતંકવાદી સંગઠનોએ જવાબદારી લીધી નથી. નાકાબંધી કરીને સુરક્ષાદળોએ ત્રણેય શંકાસ્પદ આતંકીઓને ઝડપી લેવાની કવાયત શરૂ કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2v8yJVq
via Latest Gujarati News

Post a Comment

0 Comments