
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 20 જાન્યુઆરી, 2020, સોમવાર
બિહારના શેલ્ટર હોમમાં 34 બાળકીઓ ઉપર થયેલા જાતીય સતામણીના કેસમાં બ્રજેશ ઠાકુર સહિત 19ને દિલ્હીની કોર્ટે દોષિત ઠેરવ્યા છે. એક આરોપીને પુરાવાના આભાવે કોર્ટે છોડી મૂક્યો હતો. તમામ દોષિતોને 28મી જાન્યુઆરીએ સજા ફટકારાશે.
બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમની 34 બાળકીઓ ઉપર જાતીય સતામણી થઈ હતી. બહુ ચર્ચિત આ કેસમાં મુખ્ય આરોપી શેલ્ટર હોમનો સંચાલક બ્રજેશ ઠાકુર હતો. દિલ્હીની કોર્ટે 1045 પાનાના ચુકાદામાં બ્રજેશ ઠાકુર સહિત 19 આરોપીઓને ગુનેગાર ઠેરવ્યા છે.
28મી જાન્યુઆરીએ તમામ દોષિતોને સજા ફટકારાશે. એક આરોપી મોહમ્મદ સાહિલ ઉર્ફે વિક્કીને કોર્ટે પુરાવાના અભાવે છોડી મૂક્યો હતો. આશ્રય ગૃહની 42માંથી 34 બાળકીઓ ઉપર દુષ્કર્મ થયું હતું. આ કેસમાં પોક્સો અંતર્ગત આરોપીઓ વિરૂદ્ધ કેસ થયા હતા.
વિદ્યાિર્થનીઓની મેડિકલ તપાસમાં ખુલ્યું હતું કે 34 બાળકીઓ ઉપર રેપ થયો હતો. તપાસમાં ખુલ્યું હતું કે નશીલી દવાઓ આપીને વિદ્યાિર્થનીઓ ઉપર દુષ્કર્મ કરાતું હતું. બાળકીઓને બેરહેમીથી માર પણ મારવામાં આવતો હતો અને તે પછી બળજબરીથી તેમની સાથે જાતીય સંબંધો બાંધવામાં આવતા હોવાનો પર્દાફાશ થયો હતો.
સીબીઆઈની ઢીલ બદલ અગાઉ કોર્ટે તપાસનીશ અિધકારીઓની ઝાટકણી કાઢી હતી અને તુરંત કેસને દિલ્હીમાં શિફ્ટ કર્યો હતો. સીબીઆઈએ બ્રજેશ ઠાકુરને મુખ્ય આરોપી બનાવ્યો હતો. એ ઉપરાંત સરકારના સમાજ કલ્યાણ વિભાગના અિધકારીને પણ આરોપી બતાવાયો હતો.
સરકારી અિધકારીની મદદથી જ સંચાલક દ્વારા આ રેકેટ ચલાવવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ગુનેગારોમાં બાર પુરૂષો અને આઠ મહિલાનો સમાવેશ થાય છે. આ કેસમાં જેડીયુ સરકારની તત્કાલિન સમાજ કલ્યાણ મંત્રી મંજૂ વર્માએ પણ રાજીનામુ આપવું પડયું હતું, તેના પતિ ચંદ્રશેખર ઉપર પણ શેલ્ટર હોમમાં જાતીય સતામણી કેસનો આરોપ લાગ્યો હતો.
કેસમાં ક્યારે શું થયું?
• 2018ના ફેબુ્રઆરીમાં આશ્રયગૃહમાં બાળકીઓની જાતિય સતામણીનો ઘટસ્ફોટ
• 31મી મે-2018ના રોજ સીટની રચના થઈ હતી. બ્રજેશ ઠાકુર સહિત 11 વિરૂદ્ધ એફઆઈએર નોંધાઈ હતી.
• 5મી ઓગસ્ટ-2018ના રોજ રાજ્યપાલ સત્યપાલ મલિકે સમાજ કલ્યાણ વિભાગના છ ડિરેક્ટરને સસ્પેન્ડ કર્યા હતા.
• 8મી ઓગસ્ટ-2018ના દિવસે સમાજ ક્લ્યાણ મંત્રી મંજૂ વર્માનું રાજીનામું
• 7મી ફેબુ્રઆરી-2019ના રોજ સુપ્રીમે બિહારમાંથી કેસ દિલ્હીની કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો.
• 30મી માર્ચ-2019ના દિવસે 21 આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ થઈ
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TKeIhZ
via Latest Gujarati News
0 Comments