
મુંબઇ, તા. 21 જાન્યુઆરી 2020, મંગળવાર
અક્ષય કુમાર બોલીવૂડનો સૌથી વ્યસ્ત અને સૌથી વધુ કમાણી કરનારો અભિનેતા બની ગયો છે. આગામી ફિલ્મ માટે તે રૂપિયા ૧૨૦ કરોડ મહેનતાણું લેવાનો હોવાની વાત છે.
''આનંદ એલ રાયની આગામી ફિલ્મ માટે સુપરસ્ટારને રૂપિયા ૧૨૦ કરોડ ચુકવવામાં આવશે.અક્ષય વધુ ફી લેવા માટે જાણીતો છે. બોક્સ ઓફિસ પર તેના નામે ડંકો વાગી રહ્યો છે. એટલું જ નહીં ડિજિટલ અને સેટલાઇટ નેટવર્કસમાં પણ તેની માંગ છે. અક્ષય અને તેની ટીમ માને છે કે, અભિનેતાને ઓછામાં ઓછા રૂપિયા ૧૦૦ કરોડ જેટલી ફી મળવી જોઇએ. ઉપરાંત ગુડવીલ તરીકે તેને વધારાના રૂપિયા પણ મળવા જોઇએ. જો આમ હશે તો અક્ષય સોથી વધુુ મહેનતાણું મેળવનારો બોલીવૂડ સ્ટાર બનશે,'' તેમ ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રે જણાવ્યું હતું.
આ ફિલ્મમાં સારા અલી ખાન અને ધનુષ મુખ્ય પાત્ર તરીકે કામ કરી રહ્યા છે. સેટલાઇટ અને ડિજિટલ મીડિયા હાઉસ પણ અક્ષય સાથે મલ્ટી ફિલ્મસનો કરાર કરવા માટે સંપર્ક કરી રહ્યા છે.
બેક ટુ બેક તેની પાંચ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રૂપિયા ૧૫૦થી વધુ કરોડનો વ્યવસાય કર્યો છે. હાલ તે કારકિર્દીના શિખરે બિરાજમાન છે. બોલીવૂડના નિર્માતા-દિગ્દર્શકોની પ્રથમ પસંદગી બની રહ્યો છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37j3NzV
via Latest Gujarati News
0 Comments