ભાજપ મને હલવો સમજે છે પણ હુ લાલ મરચું છું: અસદુદ્દીન ઓવૈસી

નવી દિલ્હી તા.22 જાન્યુઆરી 2020, બુધવાર

એઆઇએમઆઇએમના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે ભાજપવાળા મને હલવો સમજે છે. હું હલવો નથી, લાલ મરચું છું.

બજેટ પહેલાં થતી હલવા સેરિમની પર કટાક્ષ કરતાં ઓવૈસીએ કહ્યું કે હલવો અરબી શબ્દ છે. પરંતુ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે એની પૂજા કરી. હવે શું ભાજપવાળા હલવાનું નામ પણ બદલી નાખશે કે ?

મોદી સરકારના બીજા બજેટની રજૂઆત પહેલી ફેબ્રુઆરીએ થવાની છે. એ પૂર્વે બજેટ છપાવા જાય એ પહેલાં પરંપરાગત હલવા સેરિમની સોમવારે નોર્થ બ્લોકમાં યોજાઇ હતી. 

એ પ્રસંગ પર કટાક્ષ કરતાં ઓવૈસી બોલી રહ્યા હતા.

હલવા સેરિમની દરમિયાન નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, નાણાં ખાતાના રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુર અને નાણાં ખાતાના અધિકારીઓ હાજર હતા. 

લોઢાની એક કડાઇમાં હલવો તૈયાર કરાયો હતો અને હાજર રહેલા સૌ કોઇને પીરસાયો હતો. પરંપરા એવી છે કે હલવો ખાધા પછી સમગ્ર નાણાં ખાતું બંધ બારણે પોતાની કામગીરી શરૂ કરે છે.

ઓવૈસીએ કહ્યું કે હલવો અરબી શબ્દ છે. નાણાં પ્રધાન આ વાત જાણતા નહીં હોય એટલે તેમણે હલવાની પૂજા કરી. હવે જાણ થાય કે હલવો અરબી શબ્દ છે તો શું એનું નામ પણ ભાજપવાળા બદલી નાખશે કે ?




from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2veDH37
via Latest Gujarati News

Post a Comment

0 Comments