મધ્યપ્રદેશમાં 13 વર્ષની બાળકીને ગાંજો પીવડાવીને રિક્ષાચાલકોએ ગેંગરેપ કર્યો


ભોપાલ, તા. 2 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

મધ્યપ્રદેશના ભોપાલમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. 13 વર્ષની બાળકી સાથે દોસ્તી કરીને ઓટોરિક્ષા ચાલકે તેને નશાની લત લગાડી હતી. એ પછી તેના પર વારંવાર રેપ કર્યો હતો અને ત્યારબાદ અન્ય રિક્ષાચાલકોને સોંપી દીધી હતી.

મધ્યપ્રદેશના ભોપાલમાં નાનીમા પાસે રહેતી એક 13 વર્ષની છોકરી સાથે ઓટોરિક્ષાના ચાલકે દોસ્તી કરી હતી. દોસ્તીના નામે ભોળવીને છોકરીને ગાંજાની લત લગાડી દીધી હતી. એ પછી તેણે મહિનાઓ સુધી ગાંજો પીવડાવીને છોકરી પર રેપ કર્યો હતો. છોકરી સુધી ગાંજો પહોંચાડવા એ અન્ય રિક્ષાચાલકોને પણ મોકલતો હતો. એ રિક્ષાચાલકોએ પણ છોકરી પર રેપ કર્યો હતો. 

મહિનાઓ સુધી ગેંગરેપનો શિકાર બનેલી યુવતી ગંભીર રીતે ગાંજાની લતમાં સપડાઈ ચૂકી હતી. તેના પરિવારજનોને જાણ થઈ પછી જિલ્લા ચાઈલ્ડલાઈનનો સંપર્ક કર્યો હતો. ત્યાં આ બાળકીની પૂછપરછ થઈ હતી. બાળકીની વાત સાંભળીને અિધકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Fc9xiu
via Latest Gujarati News

Post a Comment

0 Comments