VVIP હેલિકોપ્ટર કૌભાંડ : દિલ્હી અને પૂણેમાં આઈટીનાં દરોડા


નવી દિલ્હી, તા. 2 જાન્યુઆરી, 2020, ગુરૂવાર

વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડમાં દિલ્હી અને પૂણેમાં આઈટીના અિધકારીઓએ રેડ પાડી હતી. ઉદ્યોગપતિઓના ઘરે લગભગ 30 સૃથળોએ આવકવેરા વિભાગના અિધકારીઓએ તપાસ શરૂ કરી હતી.

દિલ્હી અને પૂણેના 30 સૃથળોએ આવક વેરા વિભાગ અિધકારીઓએ વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડમાં સંડોવણી શોધવા રેડ પાડી હતી. સુશેન મોહન ગુપ્તા અને  પૂણેના ઉદ્યોગપતિ દિનેશ મુનોતના નિવાસ સૃથાને અને ઓફિસમાં આવક વેરા વિભાગના અિધકારીઓએ તપાસ શરૂ કરી હતી.

અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડમાં કોઈ શંકાસ્પદ ભૂમિકા છે કે નહીં તે તપાસવા માટે આ રેડ પાડી હોવાનું આવક વેરા વિભાગના અિધકારીઓએ જણાવ્યું હતું. જોકે, દરોડા દરમિયાન એ દિશામાં કંઈક સંડોવણી મળી છે કે નહીં તેની સ્પષ્ટતા આવક વેરા અિધકારીઓએ કરી ન હતી. ઉલ્લેખનીય છે કે સુશેન મોહન ગુપ્તાની ધરપકડ ગયા વર્ષે ઈડીએ કરી હતી. રાજીવ સક્સેના સામે પણ આરોપ લાગ્યો હતો. ઈડીએ રાજીવ સક્સેનાની દુબઈથી ધરપકડ કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39yeAYD
via Latest Gujarati News

Post a Comment

0 Comments